Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો રુટે રચ્યો ઈતિહાસ, આ મામલે સચિન તેંડુલકરનો તોડ્યો રેકોર્ડ

એક સમયે ખરાબ પ્રદર્શનના કારણે ટીકાનો સામનો કરનારા અને બાદમાં ટીમની કમાન છોડી બેટિંગમાં જ પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રીંત કરનારા જો રૂટે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેડુંલકરનો એક ખાસ રેકોર્ડ તોડી ઈંગ્લેન્ડ ટીમ માટે ઈતિહાસ રચ્યો છે. જીહા, ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે વિજયી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડનà
જો રુટે રચ્યો ઈતિહાસ  આ મામલે સચિન તેંડુલકરનો તોડ્યો રેકોર્ડ
એક સમયે ખરાબ પ્રદર્શનના કારણે ટીકાનો સામનો કરનારા અને બાદમાં ટીમની કમાન છોડી બેટિંગમાં જ પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રીંત કરનારા જો રૂટે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેડુંલકરનો એક ખાસ રેકોર્ડ તોડી ઈંગ્લેન્ડ ટીમ માટે ઈતિહાસ રચ્યો છે. જીહા, ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે વિજયી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. 
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે રવિવારે ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. જો રૂટે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને જીત તરફ દોરી. આ સદી સાથે તેણે 10 હજાર રન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જો રૂટ ક્રિકેટ ઈતિહાસનો 14મો અને ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનાર ઈંગ્લેન્ડનો બીજો ખેલાડી બન્યો છે. મહત્વનું છે કે, ટિમ સાઉથીની બીજી ઈનિંગની 77મી ઓવરના ત્રીજા બોલમાં રૂટે બે રન લઈને તેની ટેસ્ટ કારકિર્દીની 26મી સદી ફટકારી અને આ ફોર્મેટમાં તેના 10,000 રન પણ પૂરા કર્યા. રૂટે 170 બોલમાં 12 ચોક્કાની મદદથી અણનમ 115 રન બનાવ્યા હતા, જેના કારણે ઈંગ્લેન્ડે 5 વિકેટે મેચ જીતી હતી. રૂટ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનાર વિશ્વનો 14મો અને ઈંગ્લેન્ડનો બીજો ખેલાડી બની ગયો છે. તેના પહેલા માત્ર એલિસ્ટર કૂકે ઈંગ્લેન્ડ માટે આ કારનામો કર્યો હતો. 
Advertisement

રૂટ હવે સૌથી વધુ ટેસ્ટ સદીના વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથના રેકોર્ડની બરાબરી કરવાથી માત્ર એક સદી દૂર છે. કોહલી અને સ્મિથ બંનેએ 27 સદી ફટકારી છે. કોહલીએ નવેમ્બર 2019 થી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી નથી, સ્મિથ જાન્યુઆરી 2021 થી ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ આંકડા સુધી પહોંચી શક્યો નથી. રૂટ શાનદાર ફોર્મમાં છે અને તે ટૂંક સમયમાં કોહલી અને સ્મિથનો રેકોર્ડ તોડી શકે છે તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. મહત્વનું છે કે, રૂટ સૌથી યુવા ટેસ્ટમાં 10,000 રન બનાવવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. 

તેણે આ પરાક્રમ 31 વર્ષ 157 દિવસની ઉંમરે કર્યું હતું. આ મામલે તે એલિસ્ટર કૂકની બરાબરી પર છે. વળી 31 વર્ષ 326 દિવસની ઉંમરમાં સચિન તેંડુલકરે 10 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. રૂટ તેની ટેસ્ટ કારકિર્દીના પ્રથમ 10 વર્ષમાં 10,000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, રૂટે ડિસેમ્બર 2012માં ભારત વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.