Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોહલી આજે બનાવે છે 67 થી વધુ રન તો તૂટશે આ દિગ્ગજ બેટ્સમેનોનો રેકોર્ડ

IND vs SL 2nd ODI : ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાઇ રહેલી ODI સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ શાનદાર પ્રદર્શન કરી દર્શકોના પૈસા વસૂલ્યા હતા. આવું જ કઇંક આજે કરવા ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. આજે ટીમ ઈન્ડિયા અને શ્રીલંકાની ટીમ કોલકતાના ઈડન ગાર્ડન્સ ખાતે ODI સીરીઝની બીજી મેચ રમશે. બંન્ને ટીમોએ આ મેચ જીતવા માટે પૂરી તૈયારીઓ કરી દીધી છે. પ્રથમ ODI માં ધમાકેદાર બેટિંગ કરી વિરાટ કોહલી (Virat Kohli) એ તેના
કોહલી આજે બનાવે છે 67 થી વધુ રન તો તૂટશે આ દિગ્ગજ બેટ્સમેનોનો રેકોર્ડ

Advertisement

IND vs SL 2nd ODI : ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાઇ રહેલી ODI સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ શાનદાર પ્રદર્શન કરી દર્શકોના પૈસા વસૂલ્યા હતા. આવું જ કઇંક આજે કરવા ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. આજે ટીમ ઈન્ડિયા અને શ્રીલંકાની ટીમ કોલકતાના ઈડન ગાર્ડન્સ ખાતે ODI સીરીઝની બીજી મેચ રમશે. બંન્ને ટીમોએ આ મેચ જીતવા માટે પૂરી તૈયારીઓ કરી દીધી છે. પ્રથમ ODI માં ધમાકેદાર બેટિંગ કરી વિરાટ કોહલી (Virat Kohli) એ તેના ફોર્મમાં પરત આવવાનો સંદેશો શ્રીલંકન ટીમને આપી દીધો છે. આવી જ તોફાની બેટિંગ આજે પણ જોવા મળે તેવી આશાએ દર્શકો મોટી સંખ્યામાં મેદાને પહોંચી રહ્યા છે. 
વિરાટે કારકિર્દીની 45મી સદી ફટકારી
ટીમ ઈન્ડિયા (Team India) આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ (Eden Gardens) માં શ્રીલંકા સામેની બીજી મેચમાં મોટી જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ મેચમાં ટોચના ત્રણ બેટ્સમેન શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. વિરાટે કારકિર્દીની 45મી સદી ફટકારી હતી. આ ત્રણેય બેટ્સમેનો ફરી એકવાર પોતાની મોટી ઇનિંગ્સનું પુનરાવર્તન કરવા ઇચ્છશે. આ ઉપરાંત, શ્રીલંકા શ્રેણીમાં ટકી રહેવા માટે આ મેચ જીતવા માંગશે. જોકે, જે રીતે ટીમ ઈન્ડિયા રમી રહી છે તે જોતા શ્રીલંકા માટે તમામ ફોર્મેટ પછી તે બોલિંગ હોય કે બેટિંગ હોય કે ફિલ્ડીંગ હોય, સારું પ્રદર્શન કરવું પડશે. 

વિરાટ પાસે  આજે વનડેમાં ટોપ 5 બેટ્સમેનોમાં સામેલ થવાની છે તક
વિરાટ કોહલીએ શ્રેણીની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. આ પહેલા જ્યારે તે બાંગ્લાદેશ સામે રમવા ઉતર્યો હતો ત્યારે પણ તેણે સદી ફટકારી હતી. એટલે કે તેણે ફરી એકવાર બેક ટુ બેક સદી ફટકારી છે. આ 11મી વખત હતું જ્યારે કોહલીએ સતત બે વનડેમાં સદી ફટકારી હોય. આ દરમિયાન વિરાટ કોહલી આજની મેચમાં વધુ એક મોટા રેકોર્ડને સ્પર્શી શકે છે. જો તેના બેટમાંથી રન નીકળશે તો તે વિશ્વના ખાસ બેટ્સમેનોની યાદીમાં તે સામેલ થઈ જશે. કોહલીએ વનડેમાં અત્યાર સુધી 12,584 રન બનાવ્યા છે. અહીં સુધી પહોંચવા માટે વિરાટ કોહલીએ 266 મેચની 257 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. જોકે, વન ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકરના નામે છે, જેને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે. તેણે 463 મેચમાં 18,426 રન બનાવ્યા છે. વિરાટ કોહલી હાલમાં વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા નંબર પર છે, પરંતુ હવે તે ટોપ 5માં સામેલ થઇ શકે છે. જો વિરાટ કોહલી આજની મેચમાં વધુ 67 રન બનાવશે તો તે શ્રીલંકાના મહેલા જયવર્દને (Mahela Jayawardene) ને પાછળ છોડી દેશે. જ્યાં એક તરફ વિરાટ કોહલીના 12,584 રન છે, જ્યારે મહેલા જયવર્દનેના 12,650 રન છે. આજે પણ જો વિરાટ કોહલીનું બેટ છેલ્લી મેચની જેમ તોફાની તાંડવ કરે છે તો જયવર્દને પાછળ રહી જશે.  
51 રન બનાવતા જ ધોનીનો વિરાટ રેકોર્ડ તોડશે કોહલી
ટીમ ઈન્ડિયામાં આજે સચિન તેંડુલકર બાદ કોઇ બેટ્સમેનને યાદ કરવામાં આવે છે તો તે વિરાટ કોહલી છે. ઘણીવાર એવી ચર્ચાઓ થાય છે કે વિરાટ સચિનના ઘણા રેકોર્ડને તોડશે. જોકે, વિરાટ કોહલી પાસે આજની મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ખાસ રેકોર્ડ તોડવાની સુવર્ણ તક હશે. જીહા, આ શ્રીલંકા સામે વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે જે હાલમાં સચિન તેંડુલકરના નામે છે અને વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા સ્થાને છે. બીજા સ્થાને મહેન્દ્ર સિંહ ધોની છે. જો વિરાટ કોહલી આજની મેચમાં ઓછામાં ઓછી અડધી સદી ફટકારે છે તો તે શ્રીલંકા સામે બીજો ટોપ સ્કોરર બની જશે. કોહલીના નામે હાલમાં 48 મેચમાં 2,333 રન છે. શ્રીલંકા સામે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 139 રન છે. બીજી તરફ ધોનીએ શ્રીલંકા સામે 67 મેચમાં 2,383 રન બનાવ્યા છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 છે. જો વિરાટ કોહલી આજે 51 રન બનાવશે તો તે આ રેકોર્ડમાં ધોનીને પાછળ છોડી દેશે. જ્યારે આ મામલે સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિનના નામે 84 મેચમાં 3,113 રન છે. સચિનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 138 રન છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.