હુડ્ડાએ પ્રથમ T20 સદી ફટકારી તોડ્યો સચિન તેંડુલકરનો આ રેકોર્ડ
ભારત અને આયર્લેન્ડ વચ્ચે મંગળવારે બીજી T20 મેચ રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને મોટો સ્કોર બનાવ્યો. આ મેચમાં ભારતના તોફાની બેટ્સમેન દીપક હુડ્ડાએ એવું તોફાન મચાવ્યું કે ક્રિકેટપ્રેમીઓ દંગ રહી ગયા. ભારતીય બેટ્સમેન દીપક હુડ્ડાએ આયર્લેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં તોફાની સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. દીપક હુડા અને સંજુ સેમસને શાનદાર બેટિંગ કરà«
ભારત અને આયર્લેન્ડ વચ્ચે મંગળવારે બીજી T20 મેચ રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને મોટો સ્કોર બનાવ્યો. આ મેચમાં ભારતના તોફાની બેટ્સમેન દીપક હુડ્ડાએ એવું તોફાન મચાવ્યું કે ક્રિકેટપ્રેમીઓ દંગ રહી ગયા. ભારતીય બેટ્સમેન દીપક હુડ્ડાએ આયર્લેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં તોફાની સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.
દીપક હુડા અને સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી અને ટીમને 225/7 સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં હુડ્ડાએ સદી ફટકારી હતી જ્યારે સેમસને અડધી સદી ફટકારી હતી. હુડ્ડાએ 57 બોલમાં 9 ચોક્કા અને 6 છક્કાની મદદથી 104 રન બનાવ્યા હતા. સેમસને 42 બોલમાં 9 ચોક્કા અને 4 છક્કાની મદદથી 77 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે, હુડ્ડાએ પ્રથમ મેચમાં પણ અણનમ 47 રનની ઇનિંગ રમી હતી. પોતાની સદીની ઇનિંગ્સ સાથે હુડ્ડાએ કેટલાક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મહત્વનું છે કે, હુડ્ડા આયર્લેન્ડમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલા આયર્લેન્ડમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. તેંડુલકરે 2007માં આયર્લેન્ડમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 99 રન બનાવ્યા હતા.
Advertisement
હુડ્ડા T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો છે. તેના પહેલા રોહિત શર્મા (4), કેએલ રાહુલ (2) અને સુરેશ રૈના (1) આ કરી ચૂક્યા છે. હુડ્ડાએ સદી ફટકારીને T20 વર્લ્ડ કપ માટે પોતાની મજબૂત દાવેદારી જ નહીં પરંતુ ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. બીજી T20માં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. સેમસન સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલ ઇશાન કિશન ત્રીજી ઓવરમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સેમસન અને હુડ્ડાએ આગેવાની લીધી. બંનેએ બીજી વિકેટ માટે 176 રનની ભાગીદારી કરીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. હુડ્ડા અને સેમસન ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી મોટી ભાગીદારી કરનાર ખેલાડી બની ગયા છે. આ પહેલા વર્ષ 2017માં કેએલ રાહુલ અને રોહિત શર્માએ શ્રીલંકા સામેની T20 મેચમાં 165 રન જોડ્યા હતા.
હુડ્ડા T20I મેચમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. હુડ્ડા આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ભારતનો 100મો ખેલાડી બન્યો છે. હુડ્ડા અને સેમસન પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય મેચમાં જોડાયા હતા. પહેલીવાર સાથે રમ્યા બાદ આ બીજી વખત છે જ્યારે કોઈ જોડીએ સદીની ભાગીદારી કરી છે. તેના પહેલા આ કારનામો ભારત તરફથી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કેએલ રાહુલે કર્યું હતું. બંનેએ વર્ષ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે 107 રનની ભાગીદારી નોંધાવી હતી.