પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનની તબિયત ખરાબ, લંડનની હોસ્પિટલમાં દાખલ
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન ઝહીર અબ્બાસ અચાનક બીમાર થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, કોરોનાની ઝપટમાં આવ્યા બાદ તેમને લંડનની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા. મહત્વનું છે કે, ઝહીર અબ્બાસને દુબઈથી લંડન જતી વખતે કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. તેમણે પીડા થતી હોવાની ફરિયાદ કરી હતી. લંડન પહોંચ્યા પછી તેમને ન્યુમોનિયા થયો હતો. પેડિંગ્ટà
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન ઝહીર અબ્બાસ અચાનક બીમાર થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, કોરોનાની ઝપટમાં આવ્યા બાદ તેમને લંડનની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા.
મહત્વનું છે કે, ઝહીર અબ્બાસને દુબઈથી લંડન જતી વખતે કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. તેમણે પીડા થતી હોવાની ફરિયાદ કરી હતી. લંડન પહોંચ્યા પછી તેમને ન્યુમોનિયા થયો હતો. પેડિંગ્ટનની સેન્ટ મેરી હોસ્પિટલમાં દાખલ થયાના ત્રણ દિવસ બાજ તેમને ICUમા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જિયો ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, "તેઓ હાલમાં ડાયાલિસિસ પર છે અને ડોકટરોએ તેમને લોકોને ન મળવાની સલાહ આપી છે."
ઉલ્લેખનીય છે કે, અબ્બાસે 1969માં ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. તેમની પેઢીના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક, અબ્બાસે 72 ટેસ્ટમાં 5062 રન અને 62 ODIમાં 2572 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 459 મેચોમાં 34,843 રન બનાવ્યા જેમાં 108 સદી અને 158 અડધી સદી સામેલ છે. નિવૃત્તિ લીધા બાદ તેમણે એક ટેસ્ટ અને ત્રણ વનડેમાં ICC મેચ રેફરીની ભૂમિકા પણ ભજવી હતી. અબ્બાસને જેક કાલિસ અને લિસા સ્ટાલેકર સાથે 2020મા ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
Advertisement