Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે પણ લોકો ધોનીને માને છે પોતાનો આઈડલ, પણ શું તમે જાણો છો માહીના આઈડલ કોણ છે

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા મહિન્દ્ર સિંહ ધોનીને આજે પણ તેમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલવિદા કહ્યા બાદ પણ ફેન્સ યાદ કરતા રહે છે. તેઓ માત્ર કેપ્ટન જ નહીં પરંતુ એક શાનદાર વિકેટકીપર પણ રહી ચુક્યા છે. આ મહાન ખેલાડીને દુનિયાભરના ઘણા લોકો પોતાનો આઈડલ માને છે પરંતુ શું તમે જાણો છો કે ધોની કે જેને દુનિયાભરના ઘણા લોકો આઈડલ માને છે તે પોતે કોને આઈડલ માને છે.ધોની આ મહાન ખેલાડીન
આજે પણ લોકો ધોનીને માને છે પોતાનો આઈડલ  પણ શું તમે જાણો છો માહીના આઈડલ કોણ છે
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા મહિન્દ્ર સિંહ ધોનીને આજે પણ તેમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલવિદા કહ્યા બાદ પણ ફેન્સ યાદ કરતા રહે છે. તેઓ માત્ર કેપ્ટન જ નહીં પરંતુ એક શાનદાર વિકેટકીપર પણ રહી ચુક્યા છે. આ મહાન ખેલાડીને દુનિયાભરના ઘણા લોકો પોતાનો આઈડલ માને છે પરંતુ શું તમે જાણો છો કે ધોની કે જેને દુનિયાભરના ઘણા લોકો આઈડલ માને છે તે પોતે કોને આઈડલ માને છે.
ધોની આ મહાન ખેલાડીને માને છે પોતાનો આઈડલ
ધોની વિશ્વના સૌથી સફળ કેપ્ટન અને મહાન ખેલાડીઓમાં સામેલ છે. ધોની બાદ ટીમ ઈન્ડિયાની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી હતી અને કોહલી બાદ ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે, પરંતુ ધોનીની કેપ્ટનશીપ આજે પણ ક્રિકેટ ચાહકોને યાદ છે. મેદાન પર શાનદાર સ્ટાઈલમાં ધોનીની કેપ્ટનશીપ સૌને પસંદ પડી છે. બીજી તરફ, ધોની મેદાનની બહાર પણ તેની શાનદાર શૈલી માટે જાણીતો છે. દુનિયા જેને આઈડલ માને છે તે ધોનીએ એક ઈવેન્ટમાં તેણે પોતાના આઈડલ વિશે જણાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુરુવારે તેમના ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સ્વીકાર્યું હતું કે સચિન તેંડુલકર તેનો ક્રિકેટ આઈડલ હતો અને જ્યારે તે મોટો થયો ત્યારે તે માસ્ટર બ્લાસ્ટરની જેમ રમવા માંગતો હતો. ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને વિડીયોમાં કહ્યું કે તેણે સચિનની જેમ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બાદમાં સમજાયું કે તેની રમવાની શૈલી અલગ છે અને તે તેની જેમ રમી શકતો નથી. 
Advertisement

ધોનીએ કહ્યું, “જ્યારે હું તમારી ઉંમરનો થયો, ત્યારે હું તેમને રમતા જોતો હતો અને હંમેશા વિચારતો હતો કે હું તેમની જેમ રમવા માંગુ છું, પરંતુ તેમ કરી શક્યો નહીં. મને હંમેશા એવું હતું કે હું મોટો થઈને તેમની જેમ રમીશ." ધોની છેલ્લી વખત ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ 2022 રમ્યો હતો અને તે લીગની 2023 સીઝન પણ રમશે. બીજી તરફ સચિન વિશે વાત કરીએ તો વર્લ્ડ ચેમ્પિયન અને 100 સદી ફટકારનાર બેટ્સમેને ભારત માટે કુલ 5 વર્લ્ડ કપ રમ્યા છે. ધોનીની કપ્તાની હેઠળમાં જ ભારતે 2007 અને 2011 વિશ્વ કપ ટાઈટલ પોતાના નામે કર્યો હતો જેમા સચિનની મહત્વપૂર્ણ ભાગીદારી રહી હતી.
Tags :
Advertisement

.