Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આફ્રિકા બાદ ઈંગ્લેન્ડનો વારો, કોહલી, ગિલ સહિતના ખેલાડીઓ તૈયાર

દેશમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે T20 આંતરરાષ્ટ્રીય સીરીઝ રમી રહી છે. જેમાં ત્રણ મેચ રમાઇ ચુકી છે. આ દરમિયાન બે મેચ દક્ષિણ આફ્રિકા અને એક મેચ ભારત જીતવામાં સફળ રહ્યું છે. વળી આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે, 1 જુલાઈથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની ત્રણ ટેસ્ટ, T20 અને વન-ડે મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે. જેને લઇને કોહલી, શમી સહિતના ખેલાડીઓ તૈયાર છે.મહત્વનું છે કે, ભારત અને ઈંગà«
આફ્રિકા બાદ ઈંગ્લેન્ડનો વારો  કોહલી  ગિલ સહિતના ખેલાડીઓ તૈયાર
દેશમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે T20 આંતરરાષ્ટ્રીય સીરીઝ રમી રહી છે. જેમાં ત્રણ મેચ રમાઇ ચુકી છે. આ દરમિયાન બે મેચ દક્ષિણ આફ્રિકા અને એક મેચ ભારત જીતવામાં સફળ રહ્યું છે. વળી આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે, 1 જુલાઈથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની ત્રણ ટેસ્ટ, T20 અને વન-ડે મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે. જેને લઇને કોહલી, શમી સહિતના ખેલાડીઓ તૈયાર છે.
મહત્વનું છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી ત્રણ ટેસ્ટ, T20 અને વન-ડે મેચોની શ્રેણી શરૂ થઈ રહી છે. ઈંગ્લેન્ડ સામેની પાછલી શ્રેણીની એક બાકીની ટેસ્ટ મેચ પૂર્ણ કર્યા બાદ T-20 શ્રેણી 7મી જુલાઈથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકા સાથે T20 અને ODI શ્રેણી રમ્યા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. કેટલાક ખેલાડીઓ ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયા છે. IPL પછી ભારતનો આ પહેલો મોટો પ્રવાસ હશે. 
Advertisement

1 થી 14 જુલાઈ સુધી બંને ટીમો વચ્ચે 6 મેચ રમાશે. BCCIએ ઈંગ્લેન્ડ સામેની મેચમાં કયા ખેલાડીઓને તક મળી રહી છે તેની જાહેરાત કરી છે. આ વખતે ચેતેશ્વર પૂજારાને પણ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં તક આપવામાં આવી છે. ચેતેશ્વર પૂજારા છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં નથી પરંતુ મેનેજમેન્ટે તેને ફરી એકવાર પોતાને સાબિત કરવાની તક આપી છે. આ સિવાય રોહિત શર્મા ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. 
સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા અને ઓપનર શુભમન ગિલ રાષ્ટ્રીય ટીમમાં પરત ફર્યા છે. ઓફ સ્પિનર ​​આર અશ્વિન, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, ઝડપી બોલર મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા, હનુમા વિહારી અને વિકેટકીપર કેએસ ભરત અન્ય ભારતીય ખેલાડીઓમાં સામેલ હતા.
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાહુલ ગ્રોઇન ઈજામાંથી સાજો થયો નથી. ટેસ્ટ ટીમના સભ્યો આજે મુંબઈમાં ભેગા થઈ રહ્યા છે અને મોડી રાત્રે ત્યાંથી રવાના થશે. રાહુલ ટીમ સાથે નથી. તેને ફિટ થવામાં સમય લાગશે અને સપ્તાહના અંતે તેણે ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. પંત ઉપરાંત, સુકાની રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સહિતના બાકીના ખેલાડીઓ 1-5 જુલાઈ દરમિયાન રમાનારી ટેસ્ટ માટે ગુરુવારે વહેલા રવાના થયા હતા. 
ગયા વર્ષની શ્રેણી દરમિયાન બાકીની એક ટેસ્ટ માટે રાહુલના વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી કારણ કે શુભમન ગિલ અને પૂજારા ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, પંત આયર્લેન્ડ સામેની T-20માં નહીં રમે, તેથી હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી છે.  
Tags :
Advertisement

.