Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે જાણો છો પંતનો જીવ બચાવનાર કાર વિશે? આ સેફ્ટી ફીચર્સ આવ્યું કામ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિષભ પંતની કારને શુક્રવારે સવારે ભયંકર અકસ્માત નડ્યો હતો, જે બાદ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન, તેના સ્વાસ્થ્યને લઇને ડોક્ટરે કહ્યું છે કે, તે સ્વસ્થ છે. જોકે, તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને કહેવાય છે કે, તેને સર્જરી કરાવવી પડશે. રિષભની કારનું એક્સિડન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાà
શું તમે જાણો છો પંતનો જીવ બચાવનાર કાર વિશે  આ સેફ્ટી ફીચર્સ આવ્યું કામ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિષભ પંતની કારને શુક્રવારે સવારે ભયંકર અકસ્માત નડ્યો હતો, જે બાદ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન, તેના સ્વાસ્થ્યને લઇને ડોક્ટરે કહ્યું છે કે, તે સ્વસ્થ છે. જોકે, તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને કહેવાય છે કે, તેને સર્જરી કરાવવી પડશે. રિષભની કારનું એક્સિડન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સૌ કોઇ તે વિચારને ખુશ છે કે હવે રિષભને જીવનું જોખમ નથી. પરંતુ પંતનો જીવ બચાવનાર કાર બળીને રાખ થઇ ગઇ છે. હવે લોકો તે જાણવા માંગે છે કે રિષભની કાર કઇ હતી જેણે તેનો જીવ બચાવ્યો...
રિષભની કારે બચાવ્યો જીવ
સક્ષમ હોસ્પિટલમાં ઋષભ પંતની સારવાર કરનારા ડૉ. સુશીલ નાગરે જણાવ્યું હતું કે પંત ખતરાની બહાર છે પરંતુ તેના માથા પર કેટલાક ઘા (ઊંડા કટ) છે અને તેના જમણા ઘૂંટણમાં લિગામેન્ટની ઈજા છે. જેના કારણે વધુ તપાસની જરૂર છે.
અકસ્માતના વીડિયો અને તસવીર જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય કે તેમાંથી કોઈ બચી શકશે. જોકે, આ લક્ઝરી કારમાં મર્સિડીઝ પ્રી-સેફ ફીચર પણ અકસ્માત દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મર્સિડીઝ પ્રી-સેફ ફીચરનું કામ કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવાનું છે.
આ સેફ્ટી સિસ્ટમ અકસ્માત વખતે ઓટોમેટીક એક્ટિવ થઈ જાય છે. કારની અથડામણ અને સ્કિડિંગની સ્થિતિમાં, આ સુવિધા તેના સેન્સર અને વિશાળ નેટવર્ક દ્વારા આપમેળે સક્રિય થાય છે. પ્રી-સેફ મોડ ચાલુ થતાની સાથે જ વાહનની તમામ બારીઓ, સનરૂફ સેકન્ડોમાં આપોઆપ બંધ થઈ જાય છે. આ ઉપરાંત પેસેન્જર સીટ અને આગળની સીટ પર સીટ બેલ્ટ પહેરનાર વ્યક્તિનો સીટ બેલ્ટ આપોઆપ ટાઈટ થઈ જાય છે. જ્યારે પ્રી-સેફ ફિચર એક્ટિવેટ થાય છે, ત્યારે વાહન ઓટોમેટિક સેલ્ફ-ડિફેન્સ મોડમાં જાય છે, જેના પરિણામ સંભવિત અને જીવન-બચાવના રૂપે મળે છે.
5.7 સેકન્ડમાં 0-100 kmph ની રફ્તાર પકડે છે
માહિતી અનુસાર, Mercedes-AMG GLE43 Coupe માત્ર 5.7 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ 5 સીટર SUVની ટોપ સ્પીડ 250 kmph છે. મોટાભાગની મર્સિડીઝ કારની જેમ, AMG GLE 43 4MATIC Coupe પણ સુરક્ષા ટેકનોલોજીથી સજ્જ છે. કારમાં સાત એરબેગ્સ, ટ્રેક્શન કંટ્રોલ, ઓલ-વ્હીલ ડ્રાઇવ વગેરે જેવી સુવિધાઓ છે. આ મર્સિડીઝ ઘણી સલામત માનવામાં આવે છે.
પેટ્રોલ એન્જિનની શું થે ખાસિયત?
કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે રિષભ પંત Mercedes-AMG GLE43 કૂપમાં સવાર હતો. આ કાર ભારતમાં 2017 થી 2020 દરમિયાન એક કરોડ (એક્સ-શોરૂમ)થી થોડી ઓછી કિંમતમાં વેચાઈ હતી. બાદમાં તેને નવા મોડલ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. SUV-Coupe હાઇબ્રિડ કાર નવ-સ્પીડ ઓટો ગિયરબોક્સ સાથે જોડાયેલ 3-લિટર V6 બિટર્બો એન્જિન દ્વારા સંચાલિત છે. પેટ્રોલ એન્જિન મહત્તમ 362 bhp પાવર અને 520 Nm પીક ટોર્ક જનરેટ કરી શકે છે.
Mercedes-Benz AMG GLE 43 4MATIC ના ફીચર્સ
Mercedes-Benz AMG GLE 43 4MATIC (Mercedes-Benz AMG GLE43 Coupe 4MATIC) માં સુવિધાઓ વિશે વાત કરીએ તો, તેમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), સીટ બેલ્ટ એલર્ટ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (EBD) નો સમાવેશ થાય છે. બ્રેક આસિસ્ટ (BA) જેવી સલામતી સુવિધાઓ ઉપલબ્ધ હતી. આ સિવાય તેમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ હોલ્ડ કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TC/TCS) અને હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવી સુવિધાઓ પણ છે. જણાવી દઈએ કે, રિશન પંત પાસે જે મર્સિડીઝનું મોડલ હતું તેમાં પણ આ તમામ ફીચર્સ હશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.