Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બટલરે નેધરલેન્ડ વિરુદ્ધ સદીનો ક્રેડિટ IPLને આપ્યો, માત્ર 47 બોલમાં ફટકારી સદી

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરનું ખતરનાક ફોર્મ IPL બાદ પણ યથાવત છે. IPL 2022માં ચાર સદી સાથે સૌથી વધુ રન બનાવનાર જોસ બટલરે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તોફાની સદી ફટકારી છે. 32 વર્ષીય બટલરે નેધરલેન્ડ સામેની પ્રથમ વનડેમાં માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઈંગ્લેન્ડ માટે ODI ક્રિકેટમાં આ બીજી સૌથી ઝડપી સદી છે. વળી તેના આ ફોર્મ માટે તેણે IPLને ક્રેડિટ આપ્યો છે.નેધરલેન્ડ સામેન
બટલરે નેધરલેન્ડ વિરુદ્ધ સદીનો ક્રેડિટ iplને આપ્યો  માત્ર 47 બોલમાં ફટકારી સદી
ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરનું ખતરનાક ફોર્મ IPL બાદ પણ યથાવત છે. IPL 2022માં ચાર સદી સાથે સૌથી વધુ રન બનાવનાર જોસ બટલરે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તોફાની સદી ફટકારી છે. 32 વર્ષીય બટલરે નેધરલેન્ડ સામેની પ્રથમ વનડેમાં માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઈંગ્લેન્ડ માટે ODI ક્રિકેટમાં આ બીજી સૌથી ઝડપી સદી છે. વળી તેના આ ફોર્મ માટે તેણે IPLને ક્રેડિટ આપ્યો છે.
નેધરલેન્ડ સામેની ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 498 રન બનાવ્યા હતા, જેમાંથી 162 રન બટલરના બેટમાંથી નીકળ્યા હતા. તે આ દરમિયાન નોટ આઉટ પણ રહ્યો હતો. બટલરે સાત ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. મેચ બાદ બટલરે તેની રેકોર્ડબ્રેક ઇનિંગ્સનો શ્રેય IPLને આપ્યો છે. બટલરે મેચ બાદ કહ્યું, 'મારા માટે આનાથી વધુ સારું IPL ના જઈ શકે. મને ખૂબ મજા આવી અને તેનાથી તમને ઘણો આત્મવિશ્વાસ મળે છે. જ્યારે હું અહીં આવ્યો ત્યારે હું મારી જાતને સારી લયમાં અનુભવી રહ્યો હતો.
મહત્વનું છે કે, બટલર રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે અને તેની ટીમ આ વખતે ફાઇનલ સુધી પણ પહોંચી હતી. બટલરે IPL 2022માં ચાર સદી અને અર્ધસદીની મદદથી કુલ 863 રન બનાવ્યા હતા. IPLની મદદથી તેણે નેધરલેન્ડ સામે શાનદાર સદી ફટકારી સૌ કોઇને પોતાના ફોર્મ અંગે જણાવ્યું હતું. મહત્વનું છે કે, સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બટલરના નામે છે. તેણે 2015માં દુબઈમાં પાકિસ્તાન સામે માત્ર 46 બોલમાં ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી સદી ફટકારી હતી. રસપ્રદ વાત એ છે કે ઈંગ્લેન્ડ માટે ત્રણેય ઝડપી સદી બટલરના નામે છે. તેણે પોતાની સદી 46, 47 અને 50 બોલમાં ફટકારી છે.
બટલર ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. 30મી ઓવરમાં ફિલ સોલ્ટના આઉટ થયા બાદ તે ક્રિઝ પર પહોંચ્યો હતો અને તેણે આવવાની સાથે જ રન બનાવવાનું શરૂ કર્યું હતું. તેણે ડેવિડ મલાન સાથે ત્રીજી વિકેટ માટે માત્ર 89 બોલમાં 184 રનની ભાગીદારી કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.