Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એશિયા કપનો કાર્યક્રમ જાહેર, 28 ઓગસ્ટે દુબઈમાં ભારત-પાક વચ્ચે મુકાબલો

યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થતા એશિયા કપ-2022નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. એશિયા કપ આ વર્ષે ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 27 ઓગસ્ટે થશે અને ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમ ભાગ લેવાની છે. જેમાંથી પાંચ ટીમ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફગાનિસ્તાન છે. જ્યારે એક ક્વોલિફાયર ટીમ સ
એશિયા કપનો કાર્યક્રમ જાહેર  28 ઓગસ્ટે દુબઈમાં ભારત પાક વચ્ચે મુકાબલો
યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થતા એશિયા કપ-2022નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. એશિયા કપ આ વર્ષે ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 27 ઓગસ્ટે થશે અને ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમ ભાગ લેવાની છે. જેમાંથી પાંચ ટીમ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફગાનિસ્તાન છે. જ્યારે એક ક્વોલિફાયર ટીમ સામેલ થશે. 
ભારત-પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે ટક્કર
એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. તો ટૂર્નામેન્ટની ફાઇનલ 11 સપ્ટેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચનું આયોજન દુબઈ અને શારજાહમાં થશે. 

તો કાર્યક્રમની જાહેરાત થતાં જ ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટના મેદાન પર ટી20 વિશ્વકપ પહેલા ફરી ભારત-પાકિસ્તાનની ટીમ વચ્ચે મુકાબલો  જોવા મળશે. 
Advertisement
Tags :
Advertisement

.