વનડે વર્લ્ડ કપ પહેલા જ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની પોલ ખુલી, બાંગ્લાદેશ સામે ધબડકો
ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝનો પ્રારંભ થયો છે. પ્રથમ વનડે ઢાકાના શેર-એ-બાંગ્લા (Sher-e-Bangla) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સાત વર્ષ બાદ બંને ટીમો ODI મેચમાં આમને-સામને છે. 2015માં રમાયેલી છેલ્લી શ્રેણીમાં ભારત 2-1થી હારી ગયું હતું. વળી આજે પણ કઇંક એવી જ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. ભારત 186 રનમાં ઓલઆઉટબાંગ્લાદેશી બોલરોએ ભારતને 186 રનમાં ઓàª
ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝનો પ્રારંભ થયો છે. પ્રથમ વનડે ઢાકાના શેર-એ-બાંગ્લા (Sher-e-Bangla) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સાત વર્ષ બાદ બંને ટીમો ODI મેચમાં આમને-સામને છે. 2015માં રમાયેલી છેલ્લી શ્રેણીમાં ભારત 2-1થી હારી ગયું હતું. વળી આજે પણ કઇંક એવી જ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે.
ભારત 186 રનમાં ઓલઆઉટ
બાંગ્લાદેશી બોલરોએ ભારતને 186 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ભારત માટે કેએલ રાહુલે 70 બોલમાં 73 રન બનાવવાનું કામ કર્યું હતું. કેએલ રાહુલ અબાદોત હુસૈનના હાથે કેચ આઉટ થયો હતો.
Advertisement
વનડેમાં બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો રહ્યો છે દબદબો
બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લિટન દાસ પોતાની પ્રથમ મેચમાં કેપ્ટનશિપ કરી રહ્યો છે. રોહિત શર્મા જીત સાથે શ્રેણીની શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. સુકાની તરીકે રોહિત માટે આ સિરીઝ ઘણી મહત્વની માનવામાં આવે છે. આ સિરીઝ સાથે રોહિત શર્મા ફરી એકવાર કેપ્ટન તરીકે ટીમમાં વાપસી કરી રહ્યો છે. બાંગ્લાદેશ સામે અત્યાર સુધી રમાયેલી 36 વનડેમાં ભારતનો દબદબો રહ્યો છે. ભારતીય ટીમે અત્યાર સુધી 30 મેચ જીતી છે. ભારત જીતનો સિલસિલો આગળ વધારવાનો પ્રયાસ કરશે. જોકે, હાલમાં પરિસ્થિતિ ભારતની તરફેણમાં બિલકુલ દેખાઇ રહી નથી. આવતા વર્ષે વનડે વર્લ્ડ કપ રમાવાનો છે તે પહેલા ટીમ ઈન્ડિયાની કેવી તૈયારી છે તેની બાંગ્લાદેશના બોલરોએ પોલ ખોલી દીધી છે.
પ્રથમ ઈનિંગ પૂર્ણ થયા બાદ મેચમાં કોનું કેવું રહ્યું પ્રદર્શન?
મેહદી હસને શિખર ધવનને 7 રનના અંગત સ્કોર પર આઉટ કરીને ટીમ ઈન્ડિયાને પ્રથમ વિકેટ ઝટકો આપ્યો હતો. પ્રથમ પાવરપ્લેમાં ભારતે 1 વિકેટના નુકસાને 48 રન બનાવ્યા હતા. ભારતને બીજો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. શાકિબ અલ હસને તેને 27ના અંગત સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 11મી ઓવરમાં જ શાકિબે રોહિત બાદ કોહલીને આઉટ કર્યો હતો. કોહલીએ 9 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી 20મી ઓવરમાં અબદોત હુસૈને 24ના અંગત સ્કોર પર ઐયરને આઉટ કરીને તોડી હતી. ભારતના 100 રન 23 ઓવરમાં પૂરા થયા હતા. કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદર વચ્ચે 5મી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. શાકિબ અલ હસને 33મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરને આઉટ કરીને ભારતને પાંચમો ઝટકો આપ્યો હતો. સુંદર 43 બોલમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતને છઠ્ઠો ફટકો 153ના સ્કોર પર શાહબાઝ અહેમદના રૂપમાં લાગ્યો હતો જે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ભારતની 7મી વિકેટ શાર્દુલ ઠાકુરના રૂપમાં પડી, જે 2ના અંગત સ્કોર પર શાકિબ અલ હસનના હાથે બોલ્ડ થયો. 35મી ઓવરમાં જ શાર્દુલ બાદ શાકિબે દીપક ચહરને આઉટ કરીને પોતાનો પંજો ખોલ્યો હતો. શાકિબ શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. ભારતને 9મો ફટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો, જે 73 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. ભારતે તેની 9મી વિકેટ 178 રનમાં ગુમાવી હતી. ભારત 186 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, છેલ્લી વિકેટ સિરાજની હતી.
Advertisement
શાકિબ અલ હસને સૌથી વધુ પાંચ વિકેટ લીધી
આ મેચમાં ભારતની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી અને આખી ટીમ 41.2 ઓવરમાં 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. વળી, રોહિત શર્માએ 27 અને શ્રેયસ અય્યરે 24 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. બીજી તરફ ઇબાદત હુસૈનને ચાર સફળતા મળી હતી. મહત્વનું છે કે, શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે કુલદીપ સેનને ડેબ્યૂની તક આપી છે, જ્યારે રોહિત શર્માએ આજે ચાર ઓલરાઉન્ડર રમ્યા છે. જ્યારે રિષભ પંતને BCCIની મેડિકલ ટીમ સાથે પરામર્શ કર્યા બાદ ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, વળી અક્ષર પટેલ પ્રથમ ODI માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.
ભારત અને બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા (c), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wk), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન
બાંગ્લાદેશ: લિટન દાસ (c), અનામુલ હક, નજમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (wk), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, ઇબાદોત હુસૈન.
Advertisement
ઉલ્લેખનીય છે કે, ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ આજથી એટલે કે 4 ડિસેમ્બરે ઢાકામાં રમાનારી પ્રથમ વનડેથી શરૂ થયો છે. આ પછી, શ્રેણીની બીજી મેચ 7 ડિસેમ્બરે આ જ મેદાન પર રમાશે, જ્યારે છેલ્લી મેચ 10 ડિસેમ્બરે ચટ્ટોગ્રામમાં રમાશે. વનડે શ્રેણી બાદ ભારતે બે ટેસ્ટ મેચોની ટેસ્ટ શ્રેણી પણ રમવાની છે. આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે. શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં 14 ડિસેમ્બરે રમાશે, જ્યારે પ્રવાસનો અંત 22 ડિસેમ્બરથી ઢાકામાં રમાનારી છેલ્લી ટેસ્ટ મેચ સાથે થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.