Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલાર્ડ બાદ હવે ડ્વેન બ્રાવોએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં મેળવી સૌથી મોટી સિદ્ધિ

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હોય પરંતુ તે આજે પણ દુનિયાની અલગ-અલગ લીગ મેચોમાં રમે છે. તે આજે પણ શાનદાર ફોર્મમાં હોવાનો પોતાના ફેનને સંદેશો આપતો રહે છે. તાજેતરમાં જ તેણે T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. થોડા દિવસો પહેલા વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર બેટ્સમેન કિરોન પોલાર્ડ T20 ક્રિકેટમાં સૌથી વધુ 600 મેચ રમનાર ખેલાàª
પોલાર્ડ બાદ હવે ડ્વેન બ્રાવોએ રચ્યો ઈતિહાસ  t20 ક્રિકેટમાં મેળવી સૌથી મોટી સિદ્ધિ
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હોય પરંતુ તે આજે પણ દુનિયાની અલગ-અલગ લીગ મેચોમાં રમે છે. તે આજે પણ શાનદાર ફોર્મમાં હોવાનો પોતાના ફેનને સંદેશો આપતો રહે છે. તાજેતરમાં જ તેણે T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. 
થોડા દિવસો પહેલા વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર બેટ્સમેન કિરોન પોલાર્ડ T20 ક્રિકેટમાં સૌથી વધુ 600 મેચ રમનાર ખેલાડી બની ગયો હતો. ત્યારે હવે ડ્વેન બ્રાવો T20 ક્રિકેટમાં 600 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. 38 વર્ષીય ખેલાડીએ પોતાની 545મી મેચમાં 600મી વિકેટ લીધી હતી. બ્રાવોએ ધ હન્ડ્રેડ ખાતે નોર્ધન સુપરચાર્જર્સનું પ્રતિનિધિત્વ કર્યું, જ્યાં તેણે ધ ઓવલ ઈન્વિન્સીબલ્સના રાઇલે રુસોને LBW આઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી. બ્રાવોને T20 ક્રિકેટમાં લિજેન્ડ માનવામાં આવે છે અને હવે તે ઝડપી ફોર્મેટમાં સૌથી વધુ બેટ્સમેનોને આઉટ કરનાર બોલર બની ગયો છે. આ યાદીમાં બીજા સ્થાન પર અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર ​​રાશિદ ખાન છે, જેણે 339 મેચમાં 466 વિકેટ લીધી છે. બ્રાવોએ 16 ફેબ્રુઆરી 2006ના રોજ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે T20માં ડેબ્યૂ કર્યો હતો, ત્યાર બાદ તેણે 25થી વધુ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે.
જમણા હાથના મધ્યમ પેસરે વેસ્ટ ઈન્ડિઝ માટે 91 મેચોમાં 78 વિકેટ લીધી હતી અને બાકીની 522 વિકેટ વિશ્વભરની વિવિધ લીગમાં લીધી હતી. બે વખત T20 વર્લ્ડકપ વિજેતા કેરેબિયન ટીમના સભ્ય ડ્વેન બ્રાવોએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બ્રાવોની ભારતમાં મોટી ફેન ફોલોઈંગ છે અને તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રાવો IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. બ્રાવોએ IPLમાં 161 મેચમાં 183 વિકેટ લીધી હતી અને તે બે વખત પર્પલ કેપનો વિજેતા હતો. લસિથ મલિંગાને પાછળ છોડીને IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બ્રાવોના નામે છે.
Advertisement
Tags :
Advertisement

.