ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો કોરોના પોઝિટિવ
દેશમાં આજે ભલે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ હજું પૂરી રીતે કોરોના આપણા જીવનથી દૂર થયો નથી. એકવાર ફરી ક્રિકેટમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી આર.અશ્વિન કોરોના પોઝિટિવ છે.ભારતના ઓલરાઉન્ડર આર અશ્વિન કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આર અશ્વિન કોવિડને કારણે ઈંગ્લેન્ડ પહોંચી શક્યો નથી અને હાલમાં તે ક્વોરેન્ટિનમાં à
Advertisement
દેશમાં આજે ભલે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ હજું પૂરી રીતે કોરોના આપણા જીવનથી દૂર થયો નથી. એકવાર ફરી ક્રિકેટમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી આર.અશ્વિન કોરોના પોઝિટિવ છે.
ભારતના ઓલરાઉન્ડર આર અશ્વિન કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આર અશ્વિન કોવિડને કારણે ઈંગ્લેન્ડ પહોંચી શક્યો નથી અને હાલમાં તે ક્વોરેન્ટિનમાં છે. ભારતે 1 જુલાઈથી એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે છેલ્લી પાંચમી મેચ (ઈંગ્લેન્ડ પ્રવાસની 5મી ટેસ્ટ) રમવાની છે, જેના માટે ટીમે લેસ્ટરશાયરમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે અને 24 જૂને અહીં એક પ્રેક્ટિસ મેચ પણ રમાશે. મહત્વનું છે કે, ગયા વર્ષે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ કોવિડ-19ને કારણે સ્થગિત કરવામાં આવી હતી, જે ટ્રેન્ટબ્રિજ ખાતે 1 જુલાઈએ યોજાશે. રવિચંદ્રન અશ્વિનને બાદ કરતાં બાકીની ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે.
BCCIના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, 'અશ્વિન બાકીની ટીમ સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થયો નથી કારણ કે તે કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. અમને આશા છે કે અશ્વિન 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ પહેલા ઠીક થઈ જશે. જોકે, અશ્વિન માટે લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. ભારતીય ટીમ હાલમાં લેસ્ટરમાં છે અને તેણે બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. રાહુલ દ્રવિડ, ઋષભ પંત અને શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકા સામેની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની સમાપ્તિ બાદ ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી 2-2થી બરાબર થઈ હતી. બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવારે પાંચમી T20 આંતરરાષ્ટ્રીય મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ એક ટેસ્ટ રમશે. આ મેચ 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે. આ પછી, બંને દેશો વચ્ચે ત્રણ વન-ડે અને વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાશે.