IND vs NZ : New Zealand એ રચ્યો ઇતિહાસ, ઘરઆંગણે India ને 3-0 થી હરાવ્યું...
- ભારતનો દાવ માત્ર 121 રન પર જ સમેટાઈ ગયો
- ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણી 3-0 થી ક્લીન સ્વીપ કરી
- એજાઝ પટેલની શાનદાર બોલિંગ
ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ (IND vs NZ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમે આ મેચ 25 રને જીતી લીધી છે. ન્યુઝીલેન્ડ (New Zealand)ની જીતમાં તેમના સ્પિન બોલરોની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. ટીમ ઈન્ડિયાએ 24 વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કર્યો છે.
અડધી ટીમ માત્ર 29 રન પર પેવેલિયન પરત ફરી હતી...
મુંબઈ ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડના 147 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમને પહેલો ઝટકો માત્ર 13 ના સ્કોર પર કેપ્ટન રોહિત શર્મા (11)ના રૂપમાં મેટ હેનરીએ આપ્યો હતો. આ પછી 16 ના સ્કોર પર શુભમન ગિલ પણ એક રન બનાવીને એજાઝ પટેલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ એજાઝ પટેલે 18 ના સ્કોર પર વિરાટ કોહલી (1)ને મિશેલના હાથે કેચ કરાવીને ભારત (India)ને ત્રીજો ઝટકો આપ્યો હતો. ભારત (India)ની ચોથી વિકેટ 28 ના સ્કોર પર યશસ્વી જયસ્વાલ (5)ના રૂપમાં પડી હતી. ત્યારપછી એજાઝે સરફરાઝ (1)ને રચીનના હાથે કેચ કરાવીને પાંચમો ફટકો આપ્યો હતો. આ રીતે અડધી ટીમ માત્ર 29 ના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી.
આ પણ વાંચો : IND vs NZ:ટીમ ઈન્ડિયા વાનખેડેમાં 24 વર્ષ જૂના ઈતિહાસનું કરશે પુનરાવર્તન!
એજાઝ પટેલે ફરી દમ દેખાડ્યું...
ભારત (India)ની પાંચમી વિકેટ પડ્યા બાદ ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 42 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ આ દરમિયાન એજાઝ પટેલે માત્ર 6 રનના સ્કોર પર જાડેજાને આઉટ કરીને ભારત (India)ને 71 ના સ્કોર પર છઠ્ઠો ઝટકો આપ્યો હતો. લંચ બાદ રિષભ પંત 57 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 64 રન બનાવીને એજાઝ પટેલનો પાંચમો શિકાર બન્યો હતો. તમને જણાવી દઈએ કે, આ મેચમાં એજાઝની આ બીજી પાંચ વિકેટ છે. તેણે ભારત (India)ની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ પણ લીધી હતી.
આ પણ વાંચો : IND vs NZ 3rd Test : રિષભ પંતે સૌથી ઝડપી ફિફ્ટી મારી રચ્યો ઇતિહાસ
કિવિઓએ મુંબઈ ટેસ્ટ 25 રને જીતી લીધી...
રિષભ પંતના આઉટ થયા બાદ ભારતીય ચાહકો ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા. આ પછી ન્યૂઝીલેન્ડે ભારતને રિકવર થવાની તક આપી ન હતી અને આખી ટીમને 121 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને મુંબઈ ટેસ્ટ 25 રને જીતી લીધી હતી.
આ પણ વાંચો : IND vs PAK : હોંગકોંગ સુપર 6માં પાકિસ્તાને ભારતને હરાવ્યું, માત્ર 5 ઓવરમાં મેળવી જીત