MS Dhoni એ પસંદ કર્યો પોતાનો ફેવરિટ બોલર, નામ જાણીને તમે પણ ચોંકી જશો
- ધોનીને તેના ફેવરિટ બોલર વિશે પૂછવામાં આવ્યું
- હાલમાં તેનો ફેવરિટ બોલર જસપ્રીત બુમરાહ છે
- ત્રણેય ફોર્મેટમાં જિનિયસ બોલર ગણવામાં આવે છે
MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને(MS Dhoni) તેના ફેવરિટ બોલર (Favourite Bowler)વિશે પૂછવામાં આવ્યું હતું. ધોનીએ એક ઈવેન્ટમાં જણાવ્યું કે હાલમાં તેનો ફેવરિટ બોલર જસપ્રીત બુમરાહ છે. જેણે T20 વર્લ્ડકપ 2024માં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. બુમરાહને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં જિનિયસ બોલર ગણવામાં આવે છે, તેથી એમએસ ધોની માટે તેને પોતાના ફેવરિટ બોલર તરીકે પસંદ કરવો આશ્ચર્યજનક નથી.
કોણ છે ધોનીનો ફેવરિટ બોલર?
એમએસ ધોનીને પૂછવામાં આવ્યું કે તેનો ફેવરિટ બોલર કોણ છે. તેણે જવાબ આપ્યો, "બોલરની પસંદગી કરવી સરળ છે કારણ કે ટીમમાં જસપ્રિત બુમરાહ છે. પરંતુ મનપસંદ બેટ્સમેન પસંદ કરવો મુશ્કેલ છે કારણ કે અમારી પાસે ઘણા સારા બેટ્સમેન છે. તેથી બેટ્સમેનોમાં પસંદગી કરવી મુશ્કેલ છે. કારણ કે હું જેને જોઉં છું તે સર્વશ્રેષ્ઠ છે, જ્યાં સુધી ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરી રહી છે, ત્યાં સુધી હું કોઈ મનપસંદ બેટ્સમેનને પસંદ કરવા માંગતો નથી અને આશા રાખું છું કે તેઓ ઘણા રન બનાવતા રહેશે.
Mahi in a Recent Event Said Jasprit Bumrah is his Current Favourite Fast Bowler ! 🇮🇳😍#MSDhoni #JaspritBumrah #TeamIndia
🎥 via @junaid_csk_7 pic.twitter.com/8lRNotBlpv— TEAM MS DHONI #Dhoni (@imDhoni_fc) July 31, 2024
T20 વર્લ્ડકપમાં બુમરાહનું શાનદાર પ્રદર્શન
T20 વર્લ્ડકપ 2024 જસપ્રીત બુમરાહ માટે શાનદાર રહ્યો હતો. તે અર્શદીપ સિંહ પછી ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 8 મેચમાં કુલ 15 વિકેટ ઝડપી હતી, પરંતુ તેનો ઈકોનોમી રેટ જોઈને બધા દંગ રહી ગયા હતા. તેણે સમગ્ર વિશ્વ કપ ટૂર્નામેન્ટ દરમિયાન માત્ર 4.17ના ઇકોનોમી રેટથી રન આપ્યા, જે T20 ક્રિકેટમાં અવિશ્વસનીય સિદ્ધિ છે.બુમરાહને શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. તેને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ એવી અટકળો છે કે તે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝમાં વાપસી કરી શકે છે.
આ પણ વાંચો -IND vs SL: વનડે સિરીઝમાંથી ભારતીય ટીમના આ બે ખેલાડીઓ થયા બહાર
આ પણ વાંચો -Paris Olympics2024 : તરુણદીપ રાયનું નિરાશાજનક પ્રદર્શન, રાઉન્ડ ઓફ 64માં મળી હાર
આ પણ વાંચો -paris olympics 2024:ટેબલ ટેનિસમાં ભારતેને મળી નિરાશા, મનિકા બત્રાને મળી હાર