Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LSG VS GT : લખનૌની ટીમને ભાગે વધુ એક જીત, ગુજરાતની થઈ હાર

IPL 2024 ના સુપર સંડેમાં આજે મેચ કે એલ રાહુલની લખનૌ સુપર જાયન્ટ્સ અને શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. LSG એ શાનદાર દેખાવ કરતાં આ મેચમાં વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ આ સિઝનમાં લખનૌની આ ત્રીજી...
lsg vs gt   લખનૌની ટીમને ભાગે વધુ એક જીત  ગુજરાતની થઈ હાર

IPL 2024 ના સુપર સંડેમાં આજે મેચ કે એલ રાહુલની લખનૌ સુપર જાયન્ટ્સ અને શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. LSG એ શાનદાર દેખાવ કરતાં આ મેચમાં વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ આ સિઝનમાં લખનૌની આ ત્રીજી જીત છે. LSG ની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 164 રન બનાવ્યા હતા અને ગુજરાતને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ 18.5 ઓવરમાં 130 રનમાં સમેટાઈ ગઈ હતી અને લખનૌએ 33 રને મેચ જીતી લીધી હતી. ગુજરાત તરફથી બેટિંગ કરતા સાઈ સુદર્શને સૌથી વધુ 31 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય રાહુલ તેવટિયાએ 30 રન બનાવ્યા હતા.

Advertisement

LSG તરફથી સ્ટોઈનિસે અડધી સદી ફટકારી

LSG ની ટીમે પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ ઉપર 164 રન ફટકાર્યા હતા, જેમાં ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે અડધી સદી ફટકારી હતી. સ્ટોઇનિસે 43 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. તે જ સમયે કેએલ રાહુલ અને નિકોલસ પુરને પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાહુલે 33 રન બનાવ્યા હતા જ્યારે પુરણે 3 છગ્ગા સાથે અણનમ 32 રન બનાવ્યા હતા. આયુષ બદોનીએ 11 બોલમાં 20 રન બનાવ્યા હતા. આમ LSG ની ટીમે GT માટે 165 રનનો લક્ષ્ય મૂક્યો હતો.

Advertisement

યશ ઠાકુર સામે GT દેખાઈ નબળી

GT રનનો પીછો કરવા માટે બેટિંગ કરવા માટે આવી ત્યારે તેમના રસ્તામાં LSG ના યશ ઠાકુર ઊભા હતા. યશ ઠાકુરે આ મેચમાં શાનદાર બોલિંગ કરીને 5 વિકેટ ઝડપી હતી.  ગુજરાત ટાઇટન્સ ટીમ માત્ર 130 રનમાં જ સિમિત રહી હતી. યશ ઠાકુરે શુભમન ગિલ (19 રન), વિજય શંકર (17 રન), રાહુલ તેવટિયા (30 રન), રાશિદ ખાન (0 રન) અને નૂર અહેમદ (4 રન)ને પોતાનો શિકાર બનાવ્યા. ઠાકુરે તેની 3.5 ઓવરના સ્પેલમાં માત્ર 30 રન આપીને 5 બેટ્સમેન ગુમાવ્યા. તે જ સમયે, કૃણાલ પંડ્યાએ 4 ઓવરના સ્પેલમાં 11 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે સાઈ સુદર્શન (31 રન), શરથ (2 રન) અને દર્શન નલકાંડે (12 રન)ને આઉટ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો : MI VS DC : હાર્દિકને આખરે થયો હાશકારો, મુંબઈને મળી તેની પહેલી જીત

Tags :
Advertisement

.