Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL2025 : યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બનશે!

IPL2025 :ટીમ ઈન્ડિયાને 2 વર્લ્ડ કપ જીતાડનાર યુવરાજ સિંહ હવે IPLમાં વાપસી કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નેહરા...
ipl2025   યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બનશે

IPL2025 :ટીમ ઈન્ડિયાને 2 વર્લ્ડ કપ જીતાડનાર યુવરાજ સિંહ હવે IPLમાં વાપસી કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર વિક્રમ સોલંકી ટીમ છોડી શકે છે. IPL2025ની મેગા ઓક્શન પહેલા આ મોટો ફેરફાર થઈ શકે છે. અહેવાલો અનુસાર, હવે ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટે યુવરાજ સિંહનો સંપર્ક કર્યો છે.

Advertisement

યુવરાજ પાસે IPLનો બહોળો અનુભવ

હાલમાં યુવરાજ સિંહ વિશ્વભરના નિવૃત્ત ખેલાડીઓની લીગમાં ભાગ લઈ રહ્યો છે. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તે કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે. જો કે યુવરાજ સિંહ પાસે પણ IPLનો લાંબો અનુભવ છે. યુવીએ IPLની 132 મેચમાં 2750 રન બનાવ્યા છે. આ દરમિયાન યુવીના બેટમાંથી 13 અડધી સદી પણ આવી. યુવરાજ પંજાબ, હૈદરાબાદ, પૂણે વોરિયર્સ, RCB, મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમો માટે રમી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, યુવરાજ જાણે છે કે તેણે કઈ માનસિકતા સાથે આ લીગમાં પ્રવેશ કરવો જોઈએ.

Advertisement

Advertisement

યુવીને કોચ તરીકે મોટી રકમ મળશે!

જો યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બને છે તો તેને મોટી રકમ મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો ગુજરાત ટાઈટન્સ દર સિઝનમાં આશિષ નેહરાને 3.5 કરોડ રૂપિયા ચૂકવતી હતી. યુવરાજ માટે આ રકમ વધી શકે છે.

રાહુલ દ્રવિડ પણ કોચ બનશે

એ જ રીતે યુવરાજ સિંહના સિનિયર ખેલાડી રાહુલ દ્રવિડ વિશે પણ સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દ્રવિડ રાજસ્થાન રોયલ્સનો નવો મુખ્ય કોચ બની શકે છે. તે કુમાર સંગાકારાની જગ્યા લઈ શકે છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ દ્રવિડના કોચિંગ હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને હવે તેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, ત્યારે તે IPLમાં વાપસી કરી શકે છે. દ્રવિડ અગાઉ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.

આ પણ  વાંચો  -Women T20 Asia Cup:ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી,નેપાળને 82 રને હરાવ્યું

આ પણ  વાંચો  -Paris Olympics: નીરજ ચોપરાને આ બે ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન

આ પણ  વાંચો  -Asia Cup 2024: પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ

Tags :
Advertisement

.