Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2025, SRH vs GT: ગુજરાત ટાઈટન્સે 153 રનનો ટાર્ગેટ પૂર્ણ કરીને 7 વિકેટે મેચ જીતી લીધી

IPL 2025માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રોમાંચક મુકાબલા બાદ ગુજરાતે હૈદરાબાદને 7 વિકેટે હરાવી દીધું છે.
ipl 2025  srh vs gt  ગુજરાત ટાઈટન્સે 153 રનનો ટાર્ગેટ પૂર્ણ કરીને 7 વિકેટે મેચ જીતી લીધી
Advertisement
  • ગુજરાત ટાઈટન્સે 153 રનનો ટાર્ગેટ પૂર્ણ કરીને 7 વિકેટે મેચ જીતી લીધી
  • શુભમન ગિલે કેપ્ટનને છાજે તેવી ઈનિંગ રમીને અણનમ 61 રન ફટકાર્યા
  • મેન ઓફ મેચ મોહમ્મદ સિરાજ રહ્યો, સિરાજે IPLની 100 વિકેટ પૂર્ણ કરી

હૈદરાબાદઃ ગુજરાતને હૈદરાબાદે કુલ 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે 16.4 ઓવરમાં 3 વિકેટે 153 રનનો ટાર્ગેટ એચિવ કરી લેતા હૈદરાબાદની 7 વિકેટે હાર થઈ છે. IPL 2025 માં ગુજરાત ટાઈટન્સે આ સતત ત્રીજી જીત નોંધાવી છે. જ્યારે હૈદરાબાદે આ ચોથી વખત હારનું મોઢું જોવાનો વારો આવ્યો છે. ગુજરાત શુભમન ગિલે કેપ્ટનને છાજે તેવી ઈનિંગ રમીને અણનમ 61 રન ફટકાર્યા હતા.

શુભમન ગિલે કેપ્ટનના અણનમ 61 રન ફટકાર્યા

ગુજરાત ટાઈટન્સને 153 રનનો ટાર્ગેટ મળ્યો. ધીમી પિચ પર આ લક્ષ્ય હાંસલ કરવું સરળ ન હતું. બોલિંગમાં પણ હૈદરાબાદની શરૂઆત સારી રહી કારણ કે ફોર્મમાં રહેલા બેટ્સમેન સાઈ સુદર્શન 5 રન બનાવીને આઉટ થયો અને જોસ બટલર કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. આ કારણે ગુજરાતે માત્ર 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે શુભમન ગિલે કેપ્ટનને છાજે તેવી ઈનિંગ રમીને અણનમ 61 રન ફટકાર્યા હતા. અને રધરફર્ડે 16 બોલમાં 35 રનની ઝડપી ઈનિંગ રમી અને ગુજરાતની જીત સુનિશ્ચિત કરી.

Advertisement

આ પણ વાંચોઃ  ફિનિશર કે સ્ટ્રગલર? ધોનીના નામે ચેપોકમાં નોંધાયો આ અનચાહ્યો રેકોર્ડ

Advertisement

સિરાજે પૂર્ણ કરી 100 વિકેટ

સિરાજે હેડને ફિલ્ડ પ્રમાણે ફ્લિક શોટ રમવા માટે મજબૂર કરતો બોલ ફેંક્યો. હેડ શોટ ફ્રીલી રમી શક્યો નહીં અને તેનો કેચ સાઈ સુદર્શને લીધો. સિરાજે પોતાની આક્રમક બોલિંગથી હેડને સસ્તામાં આઉટ કર્યો. હેડ 5 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. ત્યારબાદ સિરાજે અભિષેક શર્માને 4.4 ઓવરમાં આઉટ કરીને IPLમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી લીધી હતી.

શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ, રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની ટીમને મોટા સ્કોર માટે સતત સંઘર્ષ કરવો પડ્યો હતો. કેપ્ટન પેટ કમિન્સે છેલ્લે 9 બોલમાં 22 રન બનાવ્યા હતા. જેના પરિણામે ટીમ 152 રન સુધી પહોંચી શકી હતી.

આ પણ વાંચોઃ IPL 2025, SRH vs GT: સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને આપ્યો 153 રનનો ટાર્ગેટ

Advertisement

.

×