IPL 2024 : RCB ટીમની પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ, હવે આ ખેલાડી થઇ શકે છે બહાર
IPL 2024 : મુસિબત જ્યારે આવે ત્યારે ચૌ તરફથી આવતી હોય છે આ તાજેતરમાં RCB પર લાગું પડતું હોય તેવું દેખાઇ રહ્યું છે. ટીમ સતત મેચ હારી રહી છે. ટીમના બેટ્સમેનો (Batsman) સારું પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ ટીમના બોલરો માથાનો દુખાવો (headache) બની ગયા છે. RCB ની સતત હાર બાદ હવે ટીમ માટે વધુ એક મોટું સંકટ ઉભુ થઇ ગયું છે. ટીમનો એક ખાસ ખેલાડી બહાર થઇ શકે તેવા સંકેત છે. આવો જાણીએ આ આર્ટિકલમાં તે ખેલાડી વિશે અને તેના ટૂર્નામેન્ટમાં પ્રદર્શન વિશે...
ગ્લેન મેક્સવેલ થયો ઈજાગ્રસ્ત
ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરું વચ્ચે મેચ રમાઈ હતી. જેમા MI ની ટીમે 7 વિકેટ મેચ જીતી ટૂર્નામેન્ટની બીજી જીત નોંધાવી છે. તો બીજી તરફ RCB અત્યાર સુધીમાં 6 મેચ રમી ચુકી છે અને માત્ર 1 મેચ જ જીતી શકી છે. ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા ઘણી ઓછી દેખાઈ રહી છે. જો ટીમ આવનારી તમામ મેચો જીતે તો આશા છે કે તે પ્લેઓફમાં પહોંચી શકે પણ આ વચ્ચે ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો એક ખાસ ખેલાડી બહાર થાય તેવા સંકેત છે. આ ખેલાડી છે ગ્લેન મેક્સવેલ. જીહા, ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી ઈજાગ્રસ્ત થઇ ગયો છે. આવી સ્થિતિમાં તે આગામી મેચમાંથી બહાર થઈ શકે છે. RCB તેની આગામી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ 15 એપ્રિલે બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
કેવી રીતે થઇ ઈજા ?
ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે ફિલ્ડિંગ કરતી વખતે કેચ લેતી વખતે ગ્લેન મેક્સવેલને અંગૂઠામાં ઈજા થઈ હતી. આ પછી તે મેદાનની બહાર નીકળી ગયો હતો. મુંબઈની ઈનિંગની 11મી ઓવર આકાશદીપે ફેંકી હતી. ઓવરના ચોથા બોલ પર સૂર્યકુમાર યાદવે જોરદાર શોટ માર્યો હતો. જોકે, મેક્સવેલ આ બોલની વચ્ચે આવ્યો અને બોલને બંને હાથથી પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે પોતાના ઉદ્દેશ્યમાં સફળ ન થઈ શક્યો અને બોલ તેના અંગૂઠામાં વાગી ગયો. તે પછી મેક્સવેલ ખૂબ જ પીડા અનુભવી રહ્યો હતો અને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો.
આ સિઝનમાં બેટિંગ કરી નથી
IPL 2024માં મેક્સવેલનું અત્યાર સુધીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે 6 મેચમાં 5.33ની એવરેજ અને 94.11ની સ્ટ્રાઈક રેટથી 32 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 28 રન છે. તે મુંબઈ ઈન્ડિયન્સ સામે ખાતું પણ ખોલી શક્યો નહોતો. આ સાથે તે લીગમાં સંયુક્ત રીતે સૌથી વધુ વખત ગોલ્ડન ડકનો શિકાર બનનાર બેટ્સમેન બન્યો છે. તેમના સિવાય દિનેશ કાર્તિક અને રોહિત શર્મા પણ IPL માં 17-17 વખત ખાતું ખોલાવી શક્યા નથી.
આ પણ વાંચો - IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ Orange અને Purple કેપની રેસમાં શું ફેરફાર થયો?
આ પણ વાંચો - હાર્દિક પંડ્યાને તેના જ ભાઈએ લગાવ્યો કરોડો રૂપિયાનો ચુનો, જાણો શું છે સમગ્ર મામલો