Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Paralympics માં ભારતીય ખેલાડીઓનો દબદબો, એક દિવસમાં જીત્યા રેકોર્ડ 8 મેડલ

5મા દિવસે ઇતિહાસ રચ્યો અને કુલ 8 મેડલ જીત્યા પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો અત્યાર સુધીનો આ નવો રેકોર્ડ ભારતે 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા Paris Paralympics 2024: ભારતે પેરિસ પેરાલિમ્પિક્સના 5મા દિવસે ઇતિહાસ રચ્યો અને કુલ...
paris paralympics માં ભારતીય ખેલાડીઓનો દબદબો  એક દિવસમાં જીત્યા રેકોર્ડ 8 મેડલ
  1. 5મા દિવસે ઇતિહાસ રચ્યો અને કુલ 8 મેડલ જીત્યા
  2. પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો અત્યાર સુધીનો આ નવો રેકોર્ડ
  3. ભારતે 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા

Paris Paralympics 2024: ભારતે પેરિસ પેરાલિમ્પિક્સના 5મા દિવસે ઇતિહાસ રચ્યો અને કુલ 8 મેડલ જીત્યા છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ઓલિમ્પિક કે પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો અત્યાર સુધીનો આ નવો રેકોર્ડ છે. ભારતે આ પહેલા ક્યારેય એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં મેડલ જીત્યા ન હતા. ભારતીય ખેલાડીઓએ સોમવારે નવો ઈતિહાસ લખ્યો અને 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા. સુમિત અંતિલે ભાલા ફેંકમાં નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Paralympics:ભાલા ફેંકમાં આ 2 ખેલાડીઓએ કર્યો કમાલ! ભારતને મળ્યા બે મેડલ

ભારતે બેડમિન્ટન ઈવેન્ટમાં સૌથી વધુ 5 મેડલ જીત્યા

સોમવારે ભારતે બેડમિન્ટન ઈવેન્ટમાં સૌથી વધુ 5 મેડલ જીત્યા હતા. તેની શરૂઆત નીતિશ કુમારથી થઈ હતી, જેમણે સિંગલ્સ SL-3 મેચમાં બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તુલસીમાથી મુરુગેસન મહિલા સિંગલ્સ SU-5ની ફાઈનલ મેચમાં ચીનની કિયુ જિયા યાંગ સામે હારી ગઈ અને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો.

Advertisement

આ પણ વાંચો: Paralympic 2024 : ભારતનું શાનદાર પ્રદર્શન,તીરંદાજીમાં ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

બેડમિન્ટનમાં ત્રીજો મેડલ મનીષા રામદાસે જીત્યો હતો, જેમણે ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. IAS ઓફિસર અને એથ્લેટ સુહાસ યથિરાજે પણ સિલ્વર મેડલ જીત્યો હતો. પુરૂષ સિંગલ્સ SL-4 ઈવેન્ટની ફાઈનલ મેચમાં તેને ફ્રાન્સના લુકાસ મઝુર સામે પરાજય મળ્યો હતો. આ પછી નિત્યાએ બેડમિન્ટન સ્પર્ધામાં 5મો મેડલ જીત્યો.

Advertisement

આ પણ વાંચો: Paris Paralympics 2024 માં આજે ભારતનો ગોલ્ડન ડે, સુમિત અંતિલે જ્વેલિન થ્રોમાં જીત્યો Gold

Tags :
Advertisement

.