Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ind vs WI 2nd Test :500 મી મેચમાં સદી ફટકારી વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ભારતની બહાર લગભગ 5 વર્ષ બાદ સદી ફટકારી છે. અગાઉ 2018માં તેણે વિદેશી ધરતી પર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પોતાની...
ind vs wi 2nd test  500 મી મેચમાં સદી ફટકારી વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ભારતની બહાર લગભગ 5 વર્ષ બાદ સદી ફટકારી છે. અગાઉ 2018માં તેણે વિદેશી ધરતી પર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પોતાની 500મી મેચમાં કારકિર્દીની 76મી સદી ફટકારી હતી. આ સાથે જ ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ કોહલીની આ 29મી સદી છે.

Advertisement

કોહલીએ 206 બોલનો સામનો કરીને 121 રન બનાવ્યા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. વિરાટ કોહલીએ બીજા દિવસે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. કોહલીએ 206 બોલનો સામનો કરીને 121 રન બનાવ્યા હતા. કોહલીએ 11 ફોર ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર બીજા દિવસે 300 રનને પાર કરી ગયો. કોહલીએ સદીની મદદથી એક ખાસ સિદ્ધિ મેળવી છે.

Advertisement

કોહલીએ 206 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 121 રન બનાવ્યા હતા. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી છે. કોહલીએ તેની મદદથી એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. વિદેશી ધરતી પર સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયો છે. હવે તે સચિન તેંડુલકરથી માત્ર એક સદી પાછળ છે. કોહલીએ વિદેશી ધરતી પર 28 સદી ફટકારી છે. જ્યારે સચિને 29 સદી ફટકારી છે.

Advertisement

રસપ્રદ વાત એ છે કે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલીએ એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે. આ મામલે તે સુનીલ ગાવસ્કરની પાછળ છે. ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામે 13 સદી ફટકારી છે. કોહલીએ 12 સદી ફટકારી છે. જ્યારે કાલિસે પણ 12 સદી ફટકારી છે. ડી વિલિયર્સે 11 સદી ફટકારી છે.

લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી

વિરાટ કોહલીએ લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. અગાઉ તેણે 16 ડિસેમ્બર 2018 ના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થમાં વિદેશી ધરતી પર તેની છેલ્લી ટેસ્ટ સદી પૂરી કરી હતી. હવે 1677 દિવસ અને 31 ઇનિંગ્સ બાદ તેણે વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે કોહલીની આ ત્રીજી ટેસ્ટ સદી હતી. અગાઉ તેણે નોર્થસાઉન્ડ (200) અને રાજકોટ ટેસ્ટ (139)માં સદી ફટકારી હતી.

સચિન તેંડુલકરે તેની શરૂઆતની 499 આંતરરાષ્ટ્રીય મેચોની 569 ઇનિંગ્સમાં 48.51ની અદભૂત સરેરાશ સાથે 24,839 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 68.71 હતો. સચિન આ સમયગાળા દરમિયાન 75 સદી અને 114 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો. તેણે ODI ફોર્મેટમાં તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને તે માત્ર 35ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.

આ પણ  વાંચો-2 દિવસ બાદ ભારત-પાકિસ્તાનની ટક્કર, એશિયન ચેમ્પિયનનો તાજ દાવ પર !

Tags :
Advertisement

.