ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND VS SL: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બન્યો T20 માં કેપ્ટન

IND VS SL: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની (IND VS SL)ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. સૂર્યકુમાર યાદવને ટી-20માં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે શુભમન ગિલ...
08:00 PM Jul 18, 2024 IST | Hiren Dave

IND VS SL: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની (IND VS SL)ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. સૂર્યકુમાર યાદવને ટી-20માં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે શુભમન ગિલ વાઈસ કેપ્ટનની ભૂમિકામાં રહેશે. જ્યારે વનડેની કેપ્ટન્સી રોહિત શર્મા પાસે રહેશે. તે વનડે શ્રેણી રમશે. આ પ્રવાસ 27 જુલાઈથી T-20 શ્રેણીથી શરૂ થશે. ત્રણ મેચની T-20 શ્રેણી બાદ હવે 2 ઓગસ્ટથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થશે.

પ્રથમ વખત ટીમ ઈન્ડિયાના સાથે કોચ તરીકે હશે ગૌતમ ગંભીર

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે ગૌતમ ગંભીરનું આ પ્રથમ કાર્ય હશે. હાલમાં જ તેને BCCI દ્વારા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હાલમાં જ ગંભીરના નેતૃત્વમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ ચેમ્પિયન બની છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ એક પછી એક શ્રેણી જીતીને ઈતિહાસ રચે તેવી આશા છે. બીજી તરફ શ્રીલંકાએ પણ વચગાળાના કોચની જાહેરાત કરી છે. શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ સનથ જયસૂર્યાને મુખ્ય કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં બે દિગ્ગજોની ટીમનું પ્રદર્શન ચાહકો માટે મોટી ભેટ સાબિત થશે.

રાહુલ-પંતની વનડે ટીમમાં વાપસી

ટીમ ઈન્ડિયાએ ODI ટીમમાં KL રાહુલ અને ઋષભ પંતને જગ્યા આપી છે. પંત પણ T20 ટીમનો ભાગ છે. રાહુલ ઘણા સમયથી ભારતીય ટીમની બહાર હતો. તેણે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ODI ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. છેલ્લી ટી20 મેચ 2022માં ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી. જો કે હવે તે ODI ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

 

શ્રેયસ ઐયરનુ કમબેક

શ્રેયસ ઐયર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તેને વનડે ટીમમાં તક મળી છે. ઐયરે છેલ્લે ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ODI રમી હતી. તેણે ફેબ્રુઆરીમાં ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તે લગભગ 5 મહિના પછી પાછો ફર્યો છે.

 

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય સ્કવોડની જાહેરાત

T20 ટીમ: સૂર્યકુમાર યાદવ (c), શુભમન ગિલ (vc), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત, સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.

 

ODI ટીમ: રોહિત શર્મા (c), શુભમન ગિલ vc), વિરાટ કોહલી, કેએલ રાહુલ (wk), રિષભ પંત (wk), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

આ પણ  વાંચો  -WORLD CUP ના કારણે ICC ને થયું 167 કરોડ કરતા પણ વધારેનું નુકશાન, જાણો શું છે કારણ

આ પણ  વાંચો  -JAMES ANDERSON નિવૃત્તિ બાદ પણ રહેશે TEAM ENGLAND સાથે, સંભાળશે આ ખાસ પદ!

આ પણ  વાંચો  -Paris Olympic: મેડલ કેટલી હોય છે કિંમત? આ વસ્તુનો કરાયો ઉપયોગ

Tags :
BCCICricketIND vs SLIndia vs Sri LankaIndian Cricket TeamINDVsSLODIODIsRuturajGaikwad JusticeForRuturajGaikwadSeriesSportsT20ITeam India Squad Announced
Next Article