Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Champions Trophy: ભારત-પાકિસ્તાન હજુ 3 વાર ટકરાશે આમને-સામને!

ભારત-પાકિસ્તાન હજુ 3 વાર ટકરાશે આગામી મહિનામાં ફરી ટકરાશે બંને દેશો એશિયા કપનું આયોજ થશે   Asia Cup 2025: : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચ ભારત અને પાકિસ્તાન (Ind vs Pak)વચ્ચે રમાઈ છે અને અપેક્ષા મુજબ ટીમ ઈન્ડિયા જીતી...
champions trophy  ભારત પાકિસ્તાન હજુ 3 વાર ટકરાશે આમને સામને
Advertisement
  • ભારત-પાકિસ્તાન હજુ 3 વાર ટકરાશે
  • આગામી મહિનામાં ફરી ટકરાશે બંને દેશો
  • એશિયા કપનું આયોજ થશે

Asia Cup 2025: : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચ ભારત અને પાકિસ્તાન (Ind vs Pak)વચ્ચે રમાઈ છે અને અપેક્ષા મુજબ ટીમ ઈન્ડિયા જીતી ગઈ છે. પરંતુ આ વર્ષે બંને દેશો વચ્ચે ક્રિકેટનો માહોલ હજુ સમાપ્ત થયો નથી કારણ કે આગામી થોડા મહિનામાં બંને દેશોની ક્રિકેટ ટીમો ફરી ટકરાશે.ચેમ્પિયન્સ ટ્રોફી પછી હવે આ વર્ષે એશિયા કપનું (Asi cup)આયોજન થવાનું છે.જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી 3 મેચ રમાય તેવી અપેક્ષા છે.

Advertisement

Advertisement

એશિયા કપ 2025 ને લઈને આ મોટા સમાચાર

હાલમાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે અને આ વચ્ચે એશિયા કપ 2025 ને લઈને આ મોટા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ટુર્નામેન્ટ માટે સપ્ટેમ્બરની વિન્ડોને મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 8 ટીમોની આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી ચોથા અઠવાડિયા વચ્ચે રમાશે.આ સમય દરમિયાનટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો પણ થશે.

આ પણ  વાંચો -Rohit Sharma: ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ શકે છે રોહિત! કારણ શું?

ભારત-પાકિસ્તાન વચ્ચે 3 વાર થઈ શકે છે ટક્કર

2026 માં યોજાનાર T20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ વખતે એશિયા કપ પણ આ જ ફોર્મેટમાં રમાશે.આ સમય દરમિયાન,બધી ટીમોને 4-4 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે અને અપેક્ષા મુજબ ભારત અને પાકિસ્તાન સાથે રહેશે.આ પરિસ્થિતિમાં ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચોક્કસપણે ટક્કર થશે.જો બંને ટીમો આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થાય છે તો તેઓ સુપર-4 તબક્કામાં પણ એકબીજાનો સામનો કરી શકે છે.અહીંથી પ્રથમ અને બીજા ક્રમે રહેનાર ટીમો ફાઈનલ માટે ક્વોલિફાય થશે અને જો ભારત અને પાકિસ્તાન સુપર-4 માં ટોપના બે સ્થાનો પર રહેશે તો તેઓ ફાઈનલમાં ત્રીજી વખત ટકરાઈ શકે છે.

આ પણ  વાંચો -Champions Trophy 2025 : પાકિસ્તાની ટીમ એક પણ મેચ ન જીતી છતા મળશે કરોડોનું ઇનામ!

ક્યાં યોજાશે ટુર્નામેન્ટ?

આ ટુર્નામેન્ટનું એક મહત્વનું પાસું એ છે કે તેનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવશે. વાસ્તવમાં આ વખતે એશિયા કપનું આયોજન BCCI પાસે છે. આવી પરિસ્થિતિમાં, આ ટુર્નામેન્ટ ભારતમાં રમવી જોઈએ પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે, તેને તટસ્થ સ્થળે રમવા પર સર્વસંમતિ બની છે. પરંતુ યજમાની અધિકાર ભારતીય બોર્ડ પાસે રહેશે.તેવી જ રીતે આગલી વખતે જ્યારે પણ ભારત કે પાકિસ્તાનનો ટુર્નામેન્ટનું આયોજન કરવાનો વારો આવશે.ત્યારે તે કોઈ ત્રીજા દેશમાં આયોજિત કરવામાં આવશે.ફરી એકવાર આ માટે યુએઈ અથવા શ્રીલંકામાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×