IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વન-ડે,જાણો Pitch Report
- ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વન-ડે
- નાગપુરની પિચ કેવી રહેશે
- નાગપુરની પિચ સ્પિન બોલરોને ફાયદો થશે
IND vs ENG 1st ODI : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયા તેની છેલ્લી સિરીઝ ઈંગ્લેન્ડ સામે રમવાની છે. જેની શરૂઆત આજથી નાગપુરમાં થવા જઈ રહી છે. આ સિરીઝમાં બંને ટીમો વચ્ચે 3 વનડે મેચ રમાવાની છે. ત્યારે આ ટૂર્નામેન્ટ પહેલા બંને ટીમો પોતાની તૈયારીઓને આખરી આપશે.
નાગપુરમાં પ્રથમ વનડે મેચ રમાશે
આજે 6 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાશે. આ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટોસ 1 વાગ્યે થશે. ત્યારે જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11, હેડ-ટૂ-હેડ રેકોર્ડ, પિચ રિપોર્ટ અને વેધર ફોરકાસ્ટ.
#TeamIndia captain Rohit Sharma is ready to take fresh guard ahead of the ODI series against England@IDFCFIRSTBank | @ImRo45 | #INDvENG pic.twitter.com/DJVZju0LOV
— BCCI (@BCCI) February 5, 2025
આ પણ વાંચો-Women's Under-19 T20WC : ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ ખેલાડી પર રૂપિયાનો વરસાદ!
રાહુલ ટીમની પ્રથમ પસંદગી સંભાવના
ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરની વાત કરીએ તો, ઓપનિંગની જવાબદારી કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન શુભમન ગિલ પર રહેશે. ત્રીજા સ્થાને વિરાટ કોહલી રમશે, જ્યારે ચોથા ક્રમે શ્રેયસ અય્યર ટીમની બેટિંગ સંભાળશે. વિકેટકીપર તરીકે કેએલ રાહુલ ટીમની પ્રથમ પસંદગી હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેવું પડશે. છઠ્ઠા નંબરે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને સાતમા સ્થાને સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બેટિંગ લાઇનઅપને મજબૂતી આપશે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં મોહમ્મદ શમીની સાથે અર્શદીપ સિંહને તક મળી શકે છે, જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટમાં અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીની રમવાની સંભાવના છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.
આ પણ વાંચો-INDvsENG Playing 11: ભારત સામે નાગપુર ODI માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11 ટીમની જાહેરાત
નાગપુરની પિચ કેવી છે?
નાગપુરની પિચ સ્પિન બોલરો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે. ટીમ ઈન્ડિયાની પાસે કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તી જેવા શાનદાર સ્પિનર ઉપલબ્ધ છે. બીજી તરફ, ઇંગ્લેન્ડની ટીમમાં મુખ્યત્વે ફાસ્ટ બોલરોનો સમાવેશ થાય છે. એવા અનુમાન છે કે નાગપુરની પિચ સ્પિન બોલરોને વધુ સહાય કરશે.