Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs ENG : ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીને રોહિત આપી શકે છે ડેબ્યૂની તક

IND vs ENG : ભારત અને અપઘાનિસ્તાન વચ્ચે T20I ની સિરીઝ ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં યુવા બેટ્સમેન...
ind vs eng   ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીને રોહિત આપી શકે છે ડેબ્યૂની તક

IND vs ENG : ભારત અને અપઘાનિસ્તાન વચ્ચે T20I ની સિરીઝ ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં યુવા બેટ્સમેન ધ્રુવ જુરેલ (Dhruv Jurel) ના નામે સૌને ચોંકાવી દીધા છે. રોહિત શર્મા (Rohit Sharma) 16 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે જ્યારે જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) વાઇસ કેપ્ટન હશે. ઉત્તર પ્રદેશનો વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ IPLની છેલ્લી સિઝનમાં હેડલાઈન્સમાં આવ્યો હતો. તેણે ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic Cricket) માં રેડ બોલ ફોર્મેટમાં તેના પ્રદર્શનથી એક અલગ જ છાપ બનાવી છે અને હવે તે ભારત 'A'  (India A) ટીમનો નિયમિત ભાગ છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by J U R E L (@dhruvjurel)

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમની જાહેરાતે સૌ કોઇને ચોંકાવ્યા

BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમે ચાહકોને ચોંકાવી દીધા છે. આ શ્રેણીમાં જે ખેલાડીઓને સામેલ કરવાની આશા હતી તેમને સ્થાન મળ્યું નથી, તેમની જગ્યાએ એવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેણે આજ પહેલા ભારતીય ટીમ માટે એક પણ મેચ રમી નથી. રાજસ્થાન રોયલ્સના ખેલાડી ધ્રુવ જુરેલ (Dhruv Jurel) નો ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ (Indian Team) માં સમાવેશ કરવામાં આવ્યો છે. ધ્રુવ ઉત્તર પ્રદેશની ટીમ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. યુપી તરફથી રમતા આ ખેલાડીએ T20 માં ઘણી ધૂમ મચાવી છે. તેણે અત્યાર સુધીમાં કુલ 23 T20 મેચ રમી છે, જેમાં ખેલાડીએ 137.07ની એવરેજથી 244 રન બનાવ્યા છે. આ સિવાય ધ્રુવે IPLમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે કુલ 13 મેચ રમી છે, જેમાં તેણે 172.73 ની એવરેજથી 152 રન બનાવ્યા છે. ધ્રુવ જુરેલે (Dhruv Jurel) લિસ્ટ Aમાં કુલ 10 મેચ રમી છે. આ ખેલાડીએ લિસ્ટ A માટે 189 રન પણ બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદીની ઇનિંગ્સ પણ રમી હતી.

Advertisement

આ મેચમાં રહ્યું શાનદાર પ્રદર્શન

ઈંગ્લેન્ડ લાયન્સ (England Lions) ટીમ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતના પ્રવાસે છે. જ્યાં તેઓ ભારત A ટીમ સામે 4 મેચ રમશે. આ શ્રેણીની શરૂઆત 12 જાન્યુઆરીએ બે દિવસીય મેચથી થઈ હતી. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઈ હતી. જ્યાં ઈંગ્લેન્ડ લાયન્સે મેચના પહેલા દિવસે 233 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારત A એ બીજા દિવસે કુલ 462/8નો સ્કોર કરીને રમત પર પ્રભુત્વ જમાવ્યું હતું. જો કે, ટેસ્ટ મેચમાં દિવસો ઓછા હોવાને કારણે તે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં, ભારતીય ટીમમાં નવા પસંદ કરાયેલા ધ્રુવ જુરેલે 38 બોલમાં અડધી સદી ફટકારીને રમતના છેલ્લા તબક્કામાં હેડલાઇન્સ મેળવવામાં યોગદાન આપ્યું હતું. જુરેલની ઝડપી ઇનિંગ્સમાં ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે જેણે ભારતનો રન રેટ પાંચથી વધુ કર્યો હતો.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by J U R E L (@dhruvjurel)

ડેબ્યુ કરવાની મળી શકે છે તક 

લિસ્ટ A અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર ધ્રુવ જુરેલ (Dhruv Jurel) IPL 2023 દરમિયાન પહેલીવાર સામે આવ્યો હતો. તે તાજેતરમાં ભારત A ટીમનો નિયમિત ભાગ રહ્યો છે અને તેણે ગયા મહિને દક્ષિણ આફ્રિકા A ટીમ સામે અડધી સદી (Half Century) ફટકારી હતી. તેણે પ્રથમ રણજી ટ્રોફી 2024 (Ranji Trophy 2024) ની રમતમાં કેરળ સામે અડધી સદી ફટકારીને તે ગતિ ચાલુ રાખી અને હવે તે ભારતીય ટીમમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. જુરેલે કેએસ ભરત પહેલા ઈંગ્લેન્ડ લાયન્સ સામે વિકેટકીપિંગ કરી હતી, જે દર્શાવે છે કે ટીમ મેનેજમેન્ટને તેના પર વિશ્વાસ છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા તેને ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવાની તક આપી શકે છે. ધ્રુવ ઉપરાંત કેએસ ભરત અને કેએલ રાહુલ પણ ટીમમાં વિકેટકીપર છે. પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં અને બીજી મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. જ્યારે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દ્વારા સંજુ સેમસન અને ઈશાન કિશન જેવા વિકેટકીપરોની અવગણના કરવામાં આવી હતી. જોકે, ધ્રુવે IPL 2023માં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by J U R E L (@dhruvjurel)

એક સમયે બેટ ખરીદવાના પૈસા નહોતા અને આજે...

ધ્રુવે એક ઈન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે, તેના પિતાએ ક્યારેય તેને ક્રિકેટ રમવાનું સમર્થન કર્યું નથી. જુરેલે કહ્યું કે એક દિવસ તેના પિતા અખબાર વાંચી રહ્યા હતા અને અચાનક તેને કહ્યું કે એક એવો ક્રિકેટર છે જેનું નામ તારા જેવું છે, તેણે ઘણા રન બનાવ્યા છે. તે દિવસે ધ્રુવ ડરી ગયો હતો, અને તેણે તેના પિતાને કહ્યું ન હતું કે તે ક્રિકેટર તે પોતે જ છે. તે સમયે ધ્રુવને ડર હતો કે તેના પિતા તેને ક્રિકેટ છોડવાનું કહેશે. આ પછી તેને સમજાયું કે તેનું ભવિષ્ય ક્રિકેટમાં છે, તેને 14 વર્ષની ઉંમરે એક કિટ જોઈતી હતી. પરંતુ પછી તેના પિતાએ તેને તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. ત્યારબાદ તેની માતાએ પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે સોનાની ચેઈન વેચી દીધી હતી. જુરેલે તે સમયે એમ પણ કહ્યું હતું કે તેને કાશ્મીર વિલો બેટ ખરીદવું હતું, જે તે સમયે લગભગ 1500-2000 રૂપિયા હતું, તે તેના માટે મોંઘું પણ હતું, પરંતુ તેના પિતાએ આ બેટ ખરીદ્યું હતું. પરંતુ જ્યારે આખી કિટબેગની વાત આવી ત્યારે તે રેન્જની બહાર હતી.

 

View this post on Instagram

 

A post shared by J U R E L (@dhruvjurel)

IPLમાં 20 લાખ રૂપિયામાં વેચાયો હતો

IPLની 15મી સીઝન પહેલા રાજસ્થાન રોયલ્સે મેગા ઓક્શનમાં જુરેલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, ત્યારબાદ તેને રાજસ્થાનની ટીમે 20 લાખ રૂપિયામાં સામેલ કર્યો હતો. IPL 2023ની સિઝનમાં ધ્રુવના રનના આંકડા ભલે ઓછા રહ્યા હોય, પરંતુ તેણે કેટલીક ઇનિંગ્સ રમી જે ધ્યાને આવી. તેણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યૂ કર્યું, 5 એપ્રિલ 2023ના રોજ, તેણે ગુવાહાટીમાં પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ માટે 15 બોલમાં 32 રનની શાનદાર ઇનિંગ રમી. જેણે ત્યારે ભારે ચર્ચા જગાવી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન

ભલે ધ્રુવ જુરેલ (Dhruv Jurel) ભારતીય ટીમ માટે રેડ બોલ ક્રિકેટ રમ્યો નથી, પરંતુ આ ખેલાડીએ ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic Cricket) માં ઘણી ફર્સ્ટ ક્લાસ મેચ (First Class Match) રમી છે. આ ખેલાડીએ અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ માટે કુલ 15 મેચ રમી છે, જે દરમિયાન તેણે પોતાના બેટથી ઘણા રન બનાવ્યા છે. ધ્રુવ જુરેલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 790 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી પણ ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની એવરેજ પણ 46.47 છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ધ્રુવ જુરેલ (Dhruv Jurel) ને ભારતીય ટીમમાં રમવાનો અનુભવ ન હોવા છતાં તેણે ઘરેલુ મેચોમાં ખૂબ ધૂમ મચાવી છે, જેના કારણે આ ખેલાડીને ટેસ્ટ ક્રિકેટમાં સીધું ડેબ્યૂ કરવાની તક મળી છે.

આ પણ વાંચો - IPL 2024 : શું મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી Rohit Sharma ની કરવામાં આવી છે બાદબાકી ?

આ પણ વાંચો - INDvsENG: India અને England વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ મેચ રમાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.