Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોનીની ચતુર કેપ્ટન્સીનો શિકાર બન્યો હેરી..જુઓ વીડિયો

 હૈદરાબાદ સામેની મેચમાં CSKનો 7 વિકેટે શાનદાર વિજય થયો હતો. આ જીતમાં  ડેવોન કોનવેએ 77 રનની ઇનિંગ રમી હતી અને રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લઈને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં ધોનીની કેપ્ટન્સી પણ ચર્ચાનો વિષય બની હતી.  ધોની એક...
07:15 PM Apr 22, 2023 IST | Vipul Pandya
 હૈદરાબાદ સામેની મેચમાં CSKનો 7 વિકેટે શાનદાર વિજય થયો હતો. આ જીતમાં  ડેવોન કોનવેએ 77 રનની ઇનિંગ રમી હતી અને રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લઈને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં ધોનીની કેપ્ટન્સી પણ ચર્ચાનો વિષય બની હતી.  ધોની એક એવા કેપ્ટન તરીકે ઓળખાય છે જે ખેલાડીઓને ફસાવીને આઉટ કરવામાં માને છે. માહીની વ્યૂહરચના બેટ્સમેનો માટે કાળ બની જાય છે. આ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.
બ્રુક કેપ્ટન ધોનીની રણનીતિનો બન્યો શિકાર
IPLમાં પ્રથમ સદી ફટકારનાર હેરી બ્રુક CSKના કેપ્ટન ધોનીની ખાસ રણનીતિનો શિકાર બન્યો હતો.  જે બોલ પર બ્રુક આઉટ થયો તેના પહેલા ધોનીએ ફિલ્ડિંગની સ્થિતિ બદલી હતી. થયું એવું કે ધોનીએ બોલ આઉટ થતા પહેલા બ્રુક માટે રણનીતિ અપનાવી. જે અંતર્ગત માહીએ રૂતુરાજ ગાયકવાડને બેકવર્ડ પોઈન્ટ અને શોર્ટ થર્ડ મેન વચ્ચે મુક્યો હતો.

ઋતુરાજે ડાઇવ કરીને કેચ ઝડપી લીધો
બ્રુક ધોનીની વ્યૂહરચના સમજી શક્યો ન હતો અને તેણે આકાશ સિંહનો બોલ કટ શોટથી મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ હવામાં ઉડતો બેકવર્ડ પોઈન્ટ અને શોર્ટ થર્ડ વચ્ચે ઉભેલા ફિલ્ડર ગાયકવાડ પાસે ગયો હતો. ગાયકવાડે ખૂબ જ ઝડપથી ડાઇવ કરીને કેચ પકડ્યો હતો. આ રીતે બ્રુક ધોનીની રણનીતિનો શિકાર બન્યો હતો. ધોનીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ક્રિકેટના મેદાન પર એક ચતુર કેપ્ટન છે અને તેની સ્ટ્રેટેજી સામે એકથી એક બેટ્સમેન અને વિરોધી કેપ્ટનની રણનીતિ ફુસ્સ થઇ જાય છે.
ધોનીએ ઈતિહાસ રચ્યો
IPLમાં ધોનીએ એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. ધોની IPLમાં વિકેટકીપિંગ દરમિયાન 200 આઉટ (કેચ સ્ટમ્પિંગ રનઆઉટ) લેનાર પ્રથમ વિકેટકીપર બન્યો હતો. હૈદરાબાદ સામેની મેચમાં ધોની એક કેચ અને એક રન આઉટ કરવામાં સફળ રહ્યો હતો. આ સિવાય ધોની ટી20 ક્રિકેટમાં 367 મેચમાં 208 ખેલાડીઓના કેચ પકડવામાં સફળ રહ્યો છે.
આ પણ વાંચો---ધોનીના નામે IPL માં વધુ એક રેકોર્ડ, આમ કરનાર ટૂર્નામેન્ટનો બન્યો પ્રથમ ખેલાડી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
CaptionCricketCSKharry brookIPL 2023Mahendra singh Dhoniruturaj gaikwad
Next Article