Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ટાઇટન્સને IPL 2024 પહેલા લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર પ્લેયર થશે બહાર

gujarat titans player rashid khan : IPL 2024  ને હવે શૂરું થવાને ગણતરીનો સમય જ બાકી છે. દરેક ટીમો હરાજી બાદ પોતાની ટીમમાં આવેલ પ્લેયર્સને તૈયાર કરવામાં લાગી છે. IPL ટીમના સાથે સાથે તેમના ફેન્સ પણ આ સીજન માટે ખૂબ...
ગુજરાત ટાઇટન્સને ipl 2024 પહેલા લાગ્યો મોટો ઝટકો  આ સ્ટાર પ્લેયર થશે બહાર

gujarat titans player rashid khan : IPL 2024  ને હવે શૂરું થવાને ગણતરીનો સમય જ બાકી છે. દરેક ટીમો હરાજી બાદ પોતાની ટીમમાં આવેલ પ્લેયર્સને તૈયાર કરવામાં લાગી છે. IPL ટીમના સાથે સાથે તેમના ફેન્સ પણ આ સીજન માટે ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે IPL ની ચેમ્પિયન ટીમ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.

Advertisement

આ સમાચાર તેના પહેલા જ સંસ્કરણમાં ખિતાબ જીતનાર ગુજરાત ટાઇટન્સ સાથે સંકળાયેલા છે. સૌપ્રથમ, ગુજરાત ટાઇટન્સ માટે ટ્રોફી જીતનાર ખેલાડી હાર્દિક પંડ્યાએ ટાઇટન્સ છોડીને મુંબઈની ટીમમાં જોડાવાનો નિર્ણય કર્યો. હવે વધુ એક મેચ વિનિંગ ખેલાડી IPL 2024 માંથી બહાર થઈ શકે છે. જો આમ બને તો ગુજરાત ટાઈટન્સ માટે મોટી સમસ્યા સર્જાઇ શકે છે.

રાશિદ ખાનની હાજરી ઉપર પ્રશ્નાર્થ ચિહન 

gujarat titans player rashid khan

gujarat titans player rashid khan

Advertisement

હવે અફઘાનિસ્તાનના સ્ટાર પ્લેયર રાશિદ ખાને PSL માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. રાશિદ PSL માં લાહોર કલંદર માટે રમે છે, લાહોરે ટીમમાં રાશિદના સમયમાં PSL ટ્રોફી પણ જીતી છે. હવે પ્રાપ્ત માહિતી અનુસાર રાશિદ ખાનનું કહેવું છે કે, તે પાકિસ્તાન સુપર લીગનો ભાગ બની શકશે નહીં.

અફઘાન ખેલાડી રાશિદ ખાનને ટીમમાંથી બહાર કરવાના કારણે લાહોરને મોટો ફટકો પડ્યો છે. હવે એવી આશા છે કે રાશિદ ખાન પણ IPL 2024 માંથી બહાર થઈ શકે છે. વાસ્તવમાં રાશિદ ખાને તેની પીઠની સર્જરી કરાવી છે. આ કારણે તેણે આરામ કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

ભારત સામેની શ્રેણીમાં પણ ગેરહાજર હતા રાશિદ ખાન 

રાશિદ ખાને નવેમ્બર મહિનામાં જ તેની પીઠની સર્જરી કરાવી હતી. આ કારણોસર, તેને શરૂઆતમાં ભારત સામેની 3 T20 મેચની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે એક પણ T20 મેચ રમી શક્યો ન હતો. રાશીદ ખાનની ગેરહાજરીમાં રહેમાનુલ્લા ગુરબાઝે અફઘાનિસ્તાનની કપ્તાની સંભાળી હતી. રાશિદ ખાન હજી સ્વસ્થ થયો નથી, તેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ખેલાડી IPL 2024માંથી પણ બહાર થઈ શકે છે. જેના કારણે ગુજરાતના ચાહકોમાં મૌન છે. પહેલા હાર્દિક પંડ્યાએ ગુજરાત છોડી દીધું અને હવે રાશિદ પણ ટીમની બહાર થઈ શકે છે.

આ પણ વાંચો -- Cricket News : આ બે ખેલાડીઓએ જેન્ટલમેન ગેમને કરી શર્મશાર

Tags :
Advertisement

.