Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GT vs PBKS : રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને 11 રને હરાવ્યું

રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સની શાનદાર જીત ગુજરાત ટાઇટન્સને 11 રને હરાવ્યું શ્રેયસ IPL માં સદી ચૂક્યો GT vs PBKS: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનનો મેચ નંબર-5 ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ખૂબ જ રોમાંચક રહ્યો....
gt vs pbks   રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને 11 રને હરાવ્યું
Advertisement
  • રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સની શાનદાર જીત
  • ગુજરાત ટાઇટન્સને 11 રને હરાવ્યું
  • શ્રેયસ IPL માં સદી ચૂક્યો

GT vs PBKS: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનનો મેચ નંબર-5 ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ખૂબ જ રોમાંચક રહ્યો. મંગળવારે (25 માર્ચ) અમદાવાદમાં રમાયેલી આ મેચમાં, શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની પંજાબની ટીમ 11 રનથી જીતી થઈ.

Advertisement

લક્ષ્યની નજીક આવ્યા પછી ડગમગી ગયું ગુજરાત

ગુજરાતને 244 રનનો લક્ષ્યાંક મળ્યો. સામે એક મોટું લક્ષ્ય હતું તેથી ટીમને ઝડપી શરૂઆતની પણ જરૂર હતી. આવું જ કંઈક બન્યું જ્યારે સાઈ સુદર્શન અને શુભમન ગિલે પાવરપ્લેમાં ટીમનો સ્કોર 60 થી વધુ કરી દીધો. ગિલ 14 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો. જ્યારે જોસ બટલર આવ્યો ત્યારે તેને સાઈ સુદર્શન સાથે મળીને 84 રનની પાર્ટનરશિપ કરી. સુદર્શન 41 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -IPL માં ચીયરલીડર્સની કમાણી અને તેમને મળતી સુવિધાઓ વિશે જાણી તમે ચોંકી જશો!

ગુજરાત ટાઇટન્સની હારનું કારણ બન્યો આ ખેલાડી

ગુજરાત ટાઈટન્સની હારનું મુખ્ય કારણ શેરફેન રૂથરફોર્ડ હતો, જેને 28 બોલમાં 46 રન બનાવ્યા હતા પરંતુ આ બેટ્સમેને મહત્વપૂર્ણ ક્ષણોમાં ઘણા બધા ડોટ બોલ રમ્યા. આના કારણે ગુજરાતને નુકસાન થયું. રૂથરફોર્ડના ડોટ બોલ રમવાને કારણે ગુજરાતના અન્ય બેટ્સમેન પર દબાણ આવ્યું. આ દબાણ હેઠળ, બટલર 54 રન બનાવીને આઉટ થયો. આ પછી, રાહુલ તેવતિયા કમનસીબે રન આઉટ થયો અને અંતે ગુજરાત મેચ હારી ગયું. ગુજરાત ટાઈટન્સ માટે સાઈ સુદર્શને 41 બોલમાં 74 રનની ઈનિંગ રમી. તેના બેટમાંથી 6 છગ્ગા અને 5 ચોગ્ગા લાગ્યા. શુભમન ગિલે 14 બોલમાં 33 રન બનાવ્યા. તેને 3 છગ્ગા અને 2 ચોગ્ગા પણ ફટકાર્યા. બટલરે 31 બોલમાં અડધી સદી ફટકારી. તેને 33 બોલમાં 54 રન બનાવ્યા.

આ પણ  વાંચો -DC vs LSG : દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 1 વિકેટે હરાવ્યું

શ્રેયસ તેની પહેલી IPL સદી ફટકારવાનું ચૂકી ગયો

મેચમાં પંજાબ કિંગ્સે 5 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી અને 27 બોલમાં ફિફ્ટી ફટકારી. એકંદરે, શ્રેયસે 42 બોલમાં અણનમ 97 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 9 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. શ્રેયસ તેની પહેલી IPL સદીથી 3 રન દૂર રહ્યો. તેમના સિવાય ઓપનર પ્રિયાંશ આર્યએ 47 રન બનાવ્યા. અંતે, શશાંક સિંહ 16 બોલમાં 44 રન બનાવી અણનમ રહ્યા. ગુજરાત તરફથી સાઈ કિશોરે 3 વિકેટ લીધી.

Tags :
Advertisement

Trending News

.

×