Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Global T20 Canada 2023 : કેનેડિયન ગ્લોબલ t20 ટ્રોફીમાં ગુજરાતીની માલિકીની ટીમે વગાડ્યો ડંકો

હાવર્ડ કાઉન્ટીમાં રહેતા મૂળ ગુજરાતી આશિષ પરીખ ની માલિકીની ટીમ મોન્ટ્રીયલ ટાઈગર સે પ્રતિષ્ઠિત 2023 કેનેડિયન ગ્લોબલ t20 ટ્રોફી જીતીને વૈશ્વિક ક્રિકેટ ના નકશા પર સફળતાપૂર્વક સ્થાન આપ્યું છે. કેનેડિયન GT-20 લીગે આપણા ભારત દેશની ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવી છે...
10:12 PM Sep 29, 2023 IST | Dhruv Parmar

હાવર્ડ કાઉન્ટીમાં રહેતા મૂળ ગુજરાતી આશિષ પરીખ ની માલિકીની ટીમ મોન્ટ્રીયલ ટાઈગર સે પ્રતિષ્ઠિત 2023 કેનેડિયન ગ્લોબલ t20 ટ્રોફી જીતીને વૈશ્વિક ક્રિકેટ ના નકશા પર સફળતાપૂર્વક સ્થાન આપ્યું છે. કેનેડિયન GT-20 લીગે આપણા ભારત દેશની ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવી છે અને ipl તથા ઓસ્ટ્રેલિયન બેઝ ક્રિકેટ લીગ પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી ક્રિકેટ લીગ છે. મોન્ટ્રીયલ ટાઈગર્સે આ વર્ષે ટ્રોફી જીતવા માટે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે અન્ય પાંચ વર્લ્ડ ક્લાસ ટીમો પર રાજ કર્યું છે ઇન્ડિયન ઓરીજીન નેટવર્ક ઓફ હાવર્ડ કાઉન્ટી અને અન્ય ક્રિકેટ ચાહકો માટે આ સારા સમાચાર છે.

મોન્ટ્રીયલ ટાઈગર્સે ઓન્ટના બ્રામ્પટનમાં ભરચક ટીડી ક્રિકેટ એરેના ખાતે રવિવારની ફાઇનલમાં સરે જગુઆર્સને પાંચ વિકેટે હરાવીને 2023 ગ્લોબલ T20 કેનેડા ક્રિકેટ ટુર્નામેન્ટનો તાજ પહેર્યો હતો. જમૈકન સ્ટાર આન્દ્રે રસેલે અંતિમ ઓવરમાં મોન્ટ્રીયલ માટે છેલ્લા બોલ પર મેચ વિનિંગ સિક્સર ફટકારી હતી. ટાઇગર્સને અંતિમ છ બોલમાં 13 રનની જરૂર હતી. શેરફેન રધરફોર્ડ અને આન્દ્રે રસેલના 12 બોલમાં 29 રનની ભાગીદારીએ અંતિમ ઓવરમાં મોન્ટ્રીયલ ટાઇગર્સને જીત અપાવી હતી.

મોન્ટ્રીયલ ટાઈગર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું. ઓપનર મોહમ્મદ હરિસ અને જતિન્દર સિંહે સાવધાનીપૂર્વક શરૂઆત કરી અને પાવરપ્લેના અંતે સરે જગુઆર 35/0 પર હતું. જતિન્દર સિંહે અણનમ અડધી સદી સાથે ઇનિંગ્સને સંભાળી રાખી હતી. અયાન અફઝલ ખાને છઠ્ઠી ઓવરમાં મોહમ્મદ હરિસને આઉટ કરીને ટાઇગર્સને પ્રથમ સફળતા અપાવી હતી. તે બાદ લિટન દાસ અને જતિન્દર સિંઘ સાથે મળીને ટીમને આગળ વધારી હતી. દસ ઓવરના અંતે જગુઆર 58/1 હતી. તેના પછી તરત જ અયાન અફઝલ ખાને અગિયારમી ઓવરમાં લિટન દાસને આઉટ કર્યો. સુકાની ઇફ્તિખાર અહેમદે સ્કોરબોર્ડને આગળ ધપાવ્યું હતું પરંતુ કાર્લોસ બ્રેથવેટના ઓછા ફુલ ટોસ બોલમાં તેણે તેની વિકેટ પણ ગુમાવી દીધી હતી. આન્દ્રે રસેલે જબરદસ્ત છેલ્લી ઓવર ફેંકી અને માત્ર 7 રન આપ્યા હતા. સરે જગુઆર્સ સ્પર્ધાત્મક કુલ 130/5 પર સમાપ્ત થઈ ગઈ હતી.

તે બાદ મોન્ટ્રીયલ ટાઈગર્સના પ્રતિભાવની શરૂઆત તોફાની હતી. ડ્રોપ થયેલા કેચ બાદ, મુહમ્મદ વસીમ સ્પેન્સર જોન્સનના રિપર દ્વારા બોલ્ડ થયો હતો. પાવરપ્લેના અંતે ટાઇગર્સ 35/1ના સ્કોર પર હતી. ત્રીજા નંબરે આવીને શ્રીમંથા વિજેરત્ને તેની શરૂઆતને સારા સ્કોરમાં કન્વર્ટ કરવામાં અસફળ રહ્યો હતો જો કે ઓપનર ક્રિસ લીને સારી બેટિંગ કરીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું પરંતુ અગિયારમી ઓવરમાં ઇફ્તિખાર અહેમદ દ્વારા આઉટ થયો હતો. પાંચ ઓવરમાં મોન્ટ્રીયલ ટાઈગર્સને 53 રનની જરૂર હતી જ્યારે છ વિકેટ હાથમાં હતી. શેરફેન રધરફર્ડ અને દીપેન્દ્ર સિંહ ઇફ્તિખાર અહેમદ સામે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, જેમણે સોળમી ઓવરમાં માત્ર એક રન આપ્યો હતો. રધરફોર્ડે 18 ઓવરમાં એક છગ્ગા અને એક ચોગ્ગા સાથે ટીમને મજબૂત સ્થિતિમાં લાવી હતી. તે બાદ 12 બોલમાં 25 રનની જરૂર હતી. સ્પેન્સર જ્હોન્સને અંતિમ ઓવર ફેંકી અને રસેલ અને રધરફોર્ડની જોડીને 12 રન આપી દીધા.

આ પણ વાંચો : Asian Games 2023 : છઠ્ઠા દિવસે ભારતે જીત્યા ગોલ્ડ-સિલ્વર, મહિલા-પુરુષ ટીમે શૂટિંગમાં જીત્યા મેડલ

Tags :
Canadian GlobalCricketGlobal T20 Canada 2023Howard County cricketMontreal TigersSports
Next Article