FIR Against MS Dhoni : ધોનીની વધી મુશ્કેલીઓ, જાણો કોણે કર્યો કેસ
FIR Against MS Dhoni : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ની મુશ્કેલીઓમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ધોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) માં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ કોઇ બીજાએ નહીં પણ ધોનીના બે પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર (Mihir Diwakar) અને તેની પત્ની સૌમ્યા દાસે (Soumya Das) દાખલ કર્યો છે. આ કેસની સુનાવણી જસ્ટિસ પ્રતિભા એમ સિંહ (Justice Pratibha M Singh) ની કોર્ટમાં 18 જાન્યુઆરીએ થશે.
Source : Google
ધોની વિરુદ્ધ કેસ દાખલ (FIR Against MS Dhoni)
તાજેતરમાં એક સમાચાર હેડલાઇન્સ બની રહ્યા હતા કે ધોનીએ તેના એક ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર (Former Business Partner) વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ધોનીના બિઝનેસ પાર્ટનરએ માહી સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. હવે પૂર્વ ક્રિકેટરે ધોની વિરુદ્ધ FIR નોંધાવી છે. આવી સ્થિતિમાં માહીને કોર્ટમાં હાજર થવું પડી શકે છે. ધોનીએ કેસ દાખલ કર્યા પછી, તેના ભૂતપૂર્વ ભાગીદારે માનહાનિનો કેસ દાખલ કરીને તેને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાથી રોકવાની માંગ કરી છે. PTI ના અહેવાલ મુજબ, મિહિર અને સૌમ્યાએ ધોની, ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા હાઉસ સામે કાયમી મનાઈ હુકમ અને વળતરની માંગણી માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
Source : Google
જાણો કોણે કર્યો કેસ ?
વાદીએ તેમને વિનંતી કરી છે કે તેઓ બધાને તેમની વિરુદ્ધ બદનક્ષીભર્યા અને દૂષિત નિવેદનો કરવા, પ્રકાશિત કરવા અને ફેલાવવાથી રોકે. મિહિર દિવાકરનું કહેવું છે કે તેણે ધોની સાથે કોઈ છેતરપિંડી કરી નથી, તેમ છતાં તેને સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ધોનીએ તેના વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવ્યા છે, જેના કારણે તેનું ઘણું અપમાન થયું છે. આ કારણથી મિહિર દિવાકર અને તેની પત્નીએ ધોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Source : Google
શું છે સમગ્ર મામલો ?
ઉલ્લેખનીય છે કે, આ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં 18 જાન્યુઆરીએ થવા જઈ રહી છે. ધોની વિરુદ્ધની અરજી પર આવતીકાલે જસ્ટિસ પ્રતિભા એમ સિંહની બેન્ચ સમક્ષ સુનાવણી થવાની છે. ધોનીએ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની 'અરકા સ્પોર્ટ્સ'ના ડિરેક્ટર મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસની માહિતી આપતા ધોનીના વકીલે કહ્યું કે મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે વર્ષ 2017માં ધોની સાથે ભારત અને વિદેશમાં ક્રિકેટ એકેડમી સ્થાપવાની વાત કરી હતી. આ બિઝનેસમાં એવો સોદો હતો કે ધોની અને તેના બિઝનેસ પાર્ટનર વચ્ચે સરેરાશ 70:30 ટકાના હિસાબે નફો વહેંચવામાં આવશે, પરંતુ ધોનીના ભાગીદારે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે આ વિવાદ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો - Shreyas Iyer ને ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો? ખેલાડીએ તોડ્યું મૌન
આ પણ વાંચો - IND vs AFG 3rd T20 : બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા કેમ છે ટેન્શનમાં ? આ છે કારણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ