ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dinesh Karthik એ મોટી સફળતા હાંસલ કરી, પાર્લ રોયલ્સ સાથે કર્યો કરાર

દિનેશ કાર્તિકે મોટી સફળતા હાંસલ કરી હવે SA20માં રમશે દિનેશ કાર્તિક SA20 ટીમ પાર્લ રોયલ્સ સાથે કરાર કર્યો Dinesh Karthik: દિનેશ કાર્તિકે મોટી સફળતા હાંસલ કરી છે. IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે તે SA20માં રમશે. તે આ લીગની આગામી...
02:41 PM Aug 06, 2024 IST | Hiren Dave
  1. દિનેશ કાર્તિકે મોટી સફળતા હાંસલ કરી
  2. હવે SA20માં રમશે દિનેશ કાર્તિક
  3. SA20 ટીમ પાર્લ રોયલ્સ સાથે કરાર કર્યો

Dinesh Karthik: દિનેશ કાર્તિકે મોટી સફળતા હાંસલ કરી છે. IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે તે SA20માં રમશે. તે આ લીગની આગામી સિઝનમાં રમતા જોવા મળશે. દિનેશ કાર્તિક દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે. રિપોર્ટ્સ અનુસાર, દિનેશ કાર્તિકે આગામી સિઝન માટે SA20 ટીમ પાર્લ રોયલ્સ સાથે કરાર કર્યો છે. તે આ ટીમ માટે વિદેશી ખેલાડીની ભૂમિકા ભજવશે.

નિવૃત્તિ બાદ પ્રથમ ટુર્નામેન્ટ રમશે

SA20 એ પહેલી ટૂર્નામેન્ટ હશે જેમાં 39 વર્ષીય દિનેશ કાર્તિક આ વર્ષે જૂનમાં નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ રમતા જોવા મળશે. કાર્તિકે ભારત માટે 180 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે તેની છેલ્લી મેચ IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી હતી, જેમાં તે હવે મેન્ટર કમ બેટિંગ કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે.

આ પણ  વાંચો -Video: સચિનના બાળપણના મિત્ર વિનોદ કાંબલીની દયનીય હાલત! Video જોઈ ચોંકી જશો

કાર્તિક પાસે 401 T20 મેચનો અનુભવ

દિનેશ કાર્તિક પાસે T20 મેચોનો જબરદસ્ત અનુભવ છે. તેણે આ ફોર્મેટમાં 401 મેચ રમી છે. તેને આઈપીએલમાં 6 ટીમો સાથે રમવાનો અનુભવ છે. કાર્તિકની ગણતરી IPLના સૌથી ફિટ ક્રિકેટર્સમાં થાય છે. આઈપીએલની 17 સિઝનમાં તે માત્ર 2 મેચ જ ચૂક્યો છે.

આ પણ  વાંચો -Paris Olympics 2024: આજે ઝળકશે નીરજ ચોપડા! ભારતીય હોકી ટીમ રચશે ઇતિહાસ!

વિદેશી લીગમાં રમી શકે છે નિવૃત્ત ખેલાડીઓ

BCCI માત્ર નિવૃત્ત ખેલાડીઓને જ વિદેશી T20 લીગમાં રમવાની પરવાનગી આપે છે. ગત વર્ષે અંબાતી રાયડુ કેરેબિયન પ્રીમિયર લીગમાં રમતા જોવા મળ્યો હતો. તે પછી તે યુસુફ પઠાણ સાથે ILT20માં દુબઈ કેપિટલ્સ તરફથી રમ્યો. બે વર્ષ પહેલા સુરેશ રૈના અબુ ધાબી T10 લીગમાં પણ રમ્યો હતો.

આ પણ  વાંચો -Bangladesh:T20 વર્લ્ડકપની યજમાની છીનવાશે? જાણો કયાં દેશને મળશે જવાબદારી

પાર્લ રોયલ્સે આગામી સિઝન માટે 3 ખેલાડીઓને જાળવી રાખ્યા

પાર્લ રોયલ્સે ગયા અઠવાડિયે તેમની જાળવણીની જાહેરાત કરી હતી. SA20ની આગામી સિઝન માટે, આ ટીમે કેપ્ટન ડેવિડ મિલર સહિત 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. SA20ની છેલ્લી સિઝનમાં પાર્લ રોયલ્સ ટીમ ક્વોલિફાયરમાં પહોંચી હતી. જોકે, એલિમિનેટરમાં તેઓ જોહાનિસબર્ગ સુપર કિંગ્સ સામે 9 વિકેટે હારી ગયા હતા.

Tags :
CricketDinesh Karthikfirst indian playerjoins paarl royalsSA20Sports
Next Article