Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dhoni એ પાલતું કૂતરાઓ સાથે જન્મદિવસની કરી ઉજવણી, Video

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન MS Dhoni 7 જુલાઈના રોજ 42 વર્ષના થઇ ગયા છે. ભારતીય ક્રિકેટરના આ ખાસ દિવસની સમગ્ર વિશ્વમાં તેના ચાહકો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેના જન્મદિવસને સોશિયલ મીડિયા પર સેલિબ્રેશન તરીકે ઉજવવામાં આવ્યો,...
dhoni એ પાલતું કૂતરાઓ સાથે જન્મદિવસની કરી ઉજવણી  video

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન MS Dhoni 7 જુલાઈના રોજ 42 વર્ષના થઇ ગયા છે. ભારતીય ક્રિકેટરના આ ખાસ દિવસની સમગ્ર વિશ્વમાં તેના ચાહકો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેના જન્મદિવસને સોશિયલ મીડિયા પર સેલિબ્રેશન તરીકે ઉજવવામાં આવ્યો, જ્યાં ચાહકો ઉપરાંત ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ તેને શુભેચ્છા પાઠવી. બીજી તરફ ધોનીએ શનિવારે તેના ચાહકોને તેના 42 માં જન્મદિવસની ઉજવણીની ઝલક બતાવી હતી. ધોનીએ ઘરે ચાર પાલતુ કૂતરા સાથે જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાદગીથી કરી હતી. ધોનીએ પહેલા કૂતરાઓની સામે કેક કાપી અને પછી પોતાના હાથથી બધાને થોડું-થોડું ખવડાવ્યું. દરમિયાન તેણે પોતે પણ કેક ખાધી હતી.

Advertisement

પાલતું કૂતરાઓ સાથે માહીએ મનાવ્યો જન્મદિવસ

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઈલ અનોખી છે. અને તે હંમેશા પોતાના ચાહકોના દિલને ખુશ કરે છે. ધોનીએ ફરી એકવાર પોતાની સાદગીનું ઉદાહરણ આપ્યું છે. આ ખાસ દિવસની ઉજવણી તેણે પોતાના ફાર્મ હાઉસ પર કરી હતી. જેનો એક વીડિયો પણ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની પોતાના પાલતુ કૂતરા સાથે બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આમાં તેઓ સૌપ્રથમ કેક કાપે છે અને પોતે ખાય તે પહેલા તે પોતાના કૂતરાઓને ખવડાવે છે. આ વીડિયોમાં સરળતાથી જોઈ શકાય છે કે સેલિબ્રેશન પછી ધોની તેના દરેક કૂતરાઓને પ્રેમથી કેક ખવડાવતો જોવા મળે છે. વીડિયો શેર કરતા ધોનીએ કેપ્શન આપ્યું કે, "તમારી બધી હાર્દિક શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર, મેં મારા જન્મદિવસ પર શું કર્યું તેની એક ઝલક."

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781)

Advertisement

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

શુક્રવારે દિવસભર ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર ધોનીનું નામ ટ્રેન્ડમાં રહ્યું હતું. મોડી સાંજે, ભૂતપૂર્વ કેપ્ટનનો એક વીડિયો વાયરલ થયો અને ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવ્યો હતો. તે વીડિયોમાં ધોની હાથ હલાવીને તેના ચાહકોનો આભાર માની રહ્યો હતો. વીડિયો ફૂટેજ દૂરનો હતો, પરંતુ તેમાં ધોનીની હાજરી દેખાતી હતી. ધોનીએ 150 દિવસથી વધુ સમય બાદ ઈન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી છે. માહીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા ચાહકોએ લખ્યું કે, ક્યારની તમને જોવાની રાહ જોઈ રહ્યા હતા. એક ચાહકે ટિપ્પણી કરી, "ગઈકાલથી, અમે તમારું એકાઉન્ટ વારંવાર ખોલતા રહ્યાં કે પોસ્ટ આવી છે કે નહીં, હવે તે આખરે આવી ગઇ છે."

ભૂતપૂર્વ ક્રિકેટરોએ ધોનીને તેના 42માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચાહકો સાથે ધોનીને તેના 42માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ યાદીમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને ડેશિંગ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન જેવા નામ છે. ઉલ્લેખનીય છે કે, ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્રણ ICC લિમિટેડ ઓવર ટ્રોફી (T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી) જીતનાર તે એકમાત્ર કેપ્ટન છે. ધોની હાલમાં IPLમાં સક્રિય છે. તેમની કપ્તાની હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL 2023 નું ટાઇટલ જીત્યું અને ઇતિહાસ રચ્યો. ચેન્નાઈએ પાંચ સાથે સૌથી વધુ IPL ટ્રોફી જીતવાની બાબતમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની બરાબરી કરી છે.

Advertisement

આ પણ વાંચો - આ શું? માત્ર 24 કલાકમાં જ Tamim Iqbal એ સન્યાસના નિર્ણય પર લીધો U Turn

આ પણ વાંચો - MS Dhoni Birthday: MS ધોની જે બેટથી બન્યા હતા વિશ્વના નંબર 1, તે બેટ તેમને કોને આપી દીધું? વાંચો આ અહેવાલ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.