Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પડ્યા પર પાટું, RR સામે મળી હાર અને હવે CSK નો આ ઓલરાઉન્ડર ખેલાડી થયો ટીમથી બહાર

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ગત રાત્રિએ પોતાના જ ગઢમાં હારી ગઇ હતી. રાજસ્થાન રોયલ્સે બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 3 રને જીત મેળવી હતી. IPL ની આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ એક પછી...
પડ્યા પર પાટું  rr સામે મળી હાર અને હવે csk નો આ ઓલરાઉન્ડર ખેલાડી થયો ટીમથી બહાર

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ગત રાત્રિએ પોતાના જ ગઢમાં હારી ગઇ હતી. રાજસ્થાન રોયલ્સે બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 3 રને જીત મેળવી હતી. IPL ની આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ એક પછી એક આંચકામાંથી પસાર થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં મળેલી હાર બાદ ચેન્નાઈની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈની ટીમનો એક ઓલરાઉન્ડર ખેલાડી ઈજાના કારણે ઓછામાં ઓછી આગામી ત્રણ મેચમાંથી બહાર થઇ ગયો છે. આ ખેલાડી દક્ષિણ આફ્રિકાનો સિસંડા મગાલા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિનને કેચ લેતી વખતે તેની આંગળીમાં ઈજા થઈ હતી.

Advertisement

ચેન્નઈની ટીમને હાર બાદ મળ્યો વધુ એક ઝટકો
બુધવારની રાત્રિએ ચેન્નઈ સિપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી. મેચ અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી રમાઈ હતી. આ સમયે ક્રીસ પર ધોની અને જાડેજા બંને બેટ્સમેન ચોગ્ગા અને છક્કાનો વરસાદ કરી રહ્યા હતા. જોકે, આ બંનેની ઉપસ્થિતિ પણ ચેન્નઈની ટીમને જીત અપાવી ન શકી અને ટીમ 3 રને હારી ગઇ હતી. આ મેચમાં ચેન્નઈની ટીમ મેચ તો હારી જ હતી પણ હવે સમાચર મળી રહ્યા છે કે ટીમનો એક ઓલરાઉન્ડર ખેલાડી ઈજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે. આ ખેલાડી દક્ષિણ આફ્રિકાનો સિસંડા મગાલા છે. મગાલાએ રાજસ્થાન રોયલ્સ સામે માત્ર બે ઓવર નાંખી અને એકપણ વિકેટ લીધા વિના 14 રન આપ્યા હતા. ચેન્નઈના કોચ સ્ટીફન ફ્લેમિંગને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં મગાલાની ઈજા અંગે અપડેટ પૂછવામાં આવ્યું હતું. ફ્લેમિંગે પુષ્ટિ કરી કે મગાલાને આંગળીમાં ઈજા થઈ છે અને તે ઓછામાં ઓછા આગામી બે અઠવાડિયા માટે બહાર રહેશે.

ચેન્નઈના કોચ સ્ટીફન ફ્લેમિંગ અન્ય CSK ખેલાડીઓ વિશે અપડેટ આપ્યું
આપને જણાવી દઇએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે આગામી બે અઠવાડિયામાં ત્રણ મેચ રમવાની છે. તેઓ આગામી 17 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ માટે બેંગલુરુ જશે, ત્યારબાદ 21 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને 23 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ રમશે. આ જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, સ્ટીફન ફ્લેમિંગે અન્ય CSK ખેલાડીઓ વિશે પણ અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે, બેન સ્ટોક્સ પર દરરોજ નજર રાખવામાં આવી રહી છે. તે ટૂંક સમયમાં CSK માટે રમવા માટે ઉપલબ્ધ થશે. દીપક ચહર થોડા અઠવાડિયા માટે મેદાનની બહાર રહેશે. આગામી મેચ માટે પ્લેઈંગ 11 માં સિસાંડા મગાલાના સ્થાને શ્રીલંકાના મતિશા પથિરાનાને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે શું પથિરાના IPL 2023ની તેની પ્રથમ મેચ સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમે છે કે નહીં. CSK ના ચાહકોને આશા હશે કે બેન સ્ટોક્સ પણ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

Advertisement

RR ના કેપ્ટન સંજુ સેમસને કરી એવી ભૂલ, 12 લાખ રૂપિયાનો થયો દંડ
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને બુધવારે રાત્રે મેચ દરમિયાન એક ભૂલ કરી હતી. આ ભૂલને કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં, રાજસ્થાન રોયલ્સ ટીમ CSK સામે નિર્ધારિત સમયમાં 20 ઓવરનો પોતાનો ક્વોટા પુરો કરી શકી ન હોતી, જેના કારણે ધીમી ઓવર રેટના કારણે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમની આ પહેલી ભૂલ હતી, જેના કારણે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે, જો રાજસ્થાન બીજી વખત આવી ભૂલ કરે છે તો અન્ય ખેલાડીઓને પણ નુકસાન ઉઠાવવું પડી શકે છે.

રોમાંચક રહી CSK vs RR મેચ
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોસ બટલરની અડધી સદીના આધારે RR ની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 175 રન બનાવી શકી હતી. આ સ્કોર સામે ચેન્નાઈ 20 ઓવરમાં માત્ર 172 રન જ બનાવી શકી હતી. ધોની અને રવિન્દ્ર જાડેજાની જોડીએ અંતમાં ટીમને જીત અપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. RR એ આ મેચ 3 રને જીતી લીધી હતી.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.