Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CSK VS PBKS : પંજાબ કિંગ્સની ખુમારી, ચેન્નાઈને તેના જ ઘરમાં આપી હાર

CSK VS PBKS : આજરોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2024 ની 49 મી મેચ રમાઈ હતી. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉંડ M A CHIDAMBARAM સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈ તેમના આંગણે રમ્યા હોવા છત્તા આ મેચમાં તેમનો...
csk vs pbks   પંજાબ કિંગ્સની ખુમારી  ચેન્નાઈને તેના જ ઘરમાં આપી હાર

CSK VS PBKS : આજરોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2024 ની 49 મી મેચ રમાઈ હતી. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉંડ M A CHIDAMBARAM સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈ તેમના આંગણે રમ્યા હોવા છત્તા આ મેચમાં તેમનો પરાજ્ય થયો હતો. પંજાબની ટીમે આ મેચમાં 7 વિકેટથી વિજય મેળવ્યો છે. આ મેચમાં પંજાબની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી અને પંજાબનો આ નિર્ણય તેમના માટે મદદગાર સાબિત થયો હતો. તેમણે ચેન્નાઈની ટીમને 162 ના સામાન્ય સ્કોર ઉપર રોકી હતી.

Advertisement

CSK ની ટીમ 162 ના નજીવા સ્કોર ઉપર જ રોકાઈ

પંજાબની ટીમે ચેન્નાઈના આ મેદાન ઉપર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આજે ઋતુરાજ સાથે પારીની શરૂઆત કરવા માટે રહાણે ઉતર્યા હતા, પરંતુ તેમની આ જોડી કઇં ખાસ કમાલ દેખાડી શકી ન હતી. રહાણે એ 24 બોલમાં ફક્ત 29 રન બનાવ્યા હતા. શિવમ દુબે તો આજે પોતાનું ખાતું પણ ખોલાવી શકાય ન હતા અને તેઓ ઝીરો રન ઉપર પહેલા બોલે હરપ્રીત બ્રારનો શિકાર બન્યા હતા. ચેન્નાઈમાં અંતમાં એમ એસ ધોનીએ 11 બોલમાં 14 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 162 સુધી પહોંચાડ્યો હતો. ચેન્નાઈ માટે સૌથી વધારે રણ ઋતુરાજએ 2 સિક્સર અને 5 ચોગ્ગાની મદદથી 48 બોલમાં 62 રન ફટકાર્યા હતા.

Advertisement

પંજાબના સ્પિનરર્સનો તરખાટ

સામે પંજાબની ટીમમાં બધા બોલર્સએ શાનદાર બોલિંગ કરી હતી. પરંતુ ખાસ કરીને પંજાબના સ્પિનર બોલર્સએ આ પિચ ઉપર તરખાટ મચાવ્યો હતો. પંજાબ માટે રાહુલ ચહરએ 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ્સ ઝડપી હતી. ત્યારે બીજા હરપ્રીત બ્રારએ 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ્સ ઝડપી હતી, અને ચેન્નાઈને સામાન્ય સ્કોર ઉપર જ રોક્યું હતું.

Advertisement

CSK નો શરમજનક રેકોર્ડ

IPL ઈતિહાસમાં પ્રથમ વખત, CSK એ વચ્ચેની મીડલ ઓવરોમાં (7-15) માં  એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. છઠ્ઠી ઓવર પછી ચેન્નાઈની રનની ગતિ ફરી ધીમી પડી ગઈ હતી. હરપ્રીત બ્રારે નવમી ઓવરમાં રહાણે (24 બોલમાં 29) અને શિવમ દુબે (0)ને પોતાનો શિકાર બનાવ્યો હતો. રવિન્દ્ર જાડેજા (2)નું બેટ શાંત રહ્યું હતું. ટીમને સમીર રિઝવી પાસેથી વિસ્ફોટક બેટિંગની અપેક્ષા હતી પરંતુ તે 23 બોલમાં 21 રન જ બનાવી શક્યો હતો. રબાડા દ્વારા ફેંકવામાં આવેલી 16મી ઓવરના બીજા બોલ પર તેણે ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ તે ત્રીજા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. આમ ચેન્નાઈની ટીમના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો.

CSK સામે PBKS ના નામે વધુ એક જીત

પંજાબની ટીમે આ સ્કોર 17.5 ઓવરમાં જ હાંસલ કર્યો હતો. પંજાબની ટીમને ફરી એક વખત બેરસ્ટોએ શાનદાર શરૂઆત આપવી હતી. તેણે શાનદાર ઝડપી બેટિંગ કરતાં 30 બોલમાં 46 રન ફટકાર્યા હતા. રાઈલી રુસો કે જેઓ અત્યાર સુધી આ વર્ષમાં કઇં ખાસ કમાલ ન કરી શક્ય હતા તેમણે આજે શાનદાર 23 બોલમાં 43 રન ફટકાર્યા હતા. ચેન્નાઈ માટે કોઈ બોલર કઇં ખાસ કમાલ ન કરી શક્યા હતા. CSK માટે શાર્દૂલ ઠાકુર, રિચાર્ડ અને શિવમ દુબેએ 1-1 વિકેટ ઝડપી હતી. અંતે પંજાબે 7 વિકેટથી 17.5 ઓવર માંજ વિજય મેળવ્યો હતો. પંજાબના નામે CSK ની સામે IPL માં  લગાતાર 5 મી જીત છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીઓ થયા રિપીટ, આ રમશે પહેલીવાર

Tags :
Advertisement

.