Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજસ્થાન સામે ચેન્નઈની હાર અને થયો પોઈન્ટ્સ ટેબલ પર મોટો ફેરફાર

IPL 2023 ની 37  મી મેચ રાજસ્થાન અને ચેન્નઈની ટીમ વચ્ચે ગુરુવારે રમાઈ હતી. જેમા રાજસ્થાન રોયલ્સની ટીમે ધોની બ્રિગેડને આસાનીથી હરાવી ચેન્નઈનો તાજ પોતાના માથે સજાવી દીધો છે. IPL 2023માં સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાન રોયલ્સ ટીમ શાનદાર પ્રદર્શન કરી...
રાજસ્થાન સામે ચેન્નઈની હાર અને થયો પોઈન્ટ્સ ટેબલ પર મોટો ફેરફાર
Advertisement

IPL 2023 ની 37  મી મેચ રાજસ્થાન અને ચેન્નઈની ટીમ વચ્ચે ગુરુવારે રમાઈ હતી. જેમા રાજસ્થાન રોયલ્સની ટીમે ધોની બ્રિગેડને આસાનીથી હરાવી ચેન્નઈનો તાજ પોતાના માથે સજાવી દીધો છે. IPL 2023માં સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાન રોયલ્સ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે.

એક હાર અને CSK પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે

Advertisement

IPL 2023માં ગુરુવારે રાજસ્થાનની ટીમે ફરી એકવાર એમએસ ધોનીની કપ્તાનીમાં ચાર વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. જોકે ટીમ આ પહેલા સતત બે મેચ હારી ગઈ હતી અને તેની અસર પોઈન્ટ ટેબલ પર પણ પડી હતી. ટીમ એક નંબરથી બીજા નંબર પર સરકી ગઈ હતી. પરંતુ હવે બીજી મેચ જીતીને ટીમે ફરી નંબર વનની ખુરશી પર કબજો જમાવ્યો છે. વળી, CSK એક હાર બાદ જ ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. દરમિયાન, એમએસ ધોનીને ભલે વિશ્વ અને IPL નો સૌથી મોટો કેપ્ટન માનવામાં આવે છે, પરંતુ તેમની ટીમનો સંજુ સેમસનની ટીમ સામે પરાજય થાય છે. અમે એમ નથી કહી રહ્યા, પરંતુ આંકડા તેની સાક્ષી આપે છે. અને આંકડા એક-બે વર્ષના નથી, પરંતુ ત્રણ વર્ષના છે. રાજસ્થાન સામેની મેચ પહેલા ચેન્નઈની ટીમ 7 માંથી 5 મેચ જીતીને 10 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને હતી, પરંતુ હવે રાજસ્થાનની ટીમે આ મેચ જીતીને પ્રથમ સ્થાન મેળવી લીધું છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમ હવે 8 માંથી 5 મેચ જીતીને 10 પોઈન્ટ અને +0.939 નેટ રનરેટ સાથે નંબર વન પર પહોંચી ગઈ છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ 7 મેચમાંથી 5 જીત નોંધાવીને બીજા નંબર પર છે. ટીમના 10 પોઈન્ટ અને +0.580નો નેટ રનરેટ છે. આ સિવાય ચેન્નઈ સુપર કિંગ્સ 8 માંથી 5 જીત, 10 પોઈન્ટ અને +0.376 નેટ રનરેટ સાથે ત્રીજા નંબરે છે.

Advertisement

રાજસ્થાન રોયલ્સે છેલ્લી 7 માંથી 6 મેચમાં CSKને હરાવ્યું

વર્ષ 2020 થી લઈને અત્યાર સુધી એટલે કે 2023 સુધી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ 7 મેચોમાં સામસામે આવી ચુક્યા છે. જેમાંથી રાજસ્થાન રોયલ્સે 6 વખત અને ચેન્નઈ સુપર કિંગ્સે માત્ર 1 જ વખત જીત મેળવી છે. આ આંકડા વર્ષ 2020 થી અત્યાર સુધીના હોવાથી, તમારે એ પણ જાણવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન RR નો કેપ્ટન કોણ હતો. વર્ષ 2019 સુધી, રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ અજિંક્ય રહાણે દ્વારા કરવામાં આવ્યું હતું, જે હવે CSK સાથે છે, જ્યારે વર્ષ 2020 માં, રાજસ્થાન રોયલ્સની કપ્તાની સ્ટીવ સ્મિથ દ્વારા કરવામાં આવી હતી. આ પછી, વર્ષ 2021 થી અત્યાર સુધી એટલે કે સતત ત્રીજા વર્ષે, રાજસ્થાનની કપ્તાની સંજુ સેમસનના હાથમાં છે. આ આંકડાઓ પોતે જ જણાવે છે કે કિંગ્સની ચમક રોયલ્સ સામે ઝાંખી પડી રહી છે.

કેવી રહી મેચ?

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 77 રન બનાવ્યા. 203 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી CSKની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 170 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.ટીમ તરફથી શિવમ દુબેએ સૌથી વધુ 52 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી એડમ ઝમ્પાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – રિંકુ સિંહની તે 5 સિક્સર બાદ યશ દયાલની બગડી તબિયત, લગભગ 7-8 કિલો વજન ઘટ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×