Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવની વધુ એક સિધ્ધિ

ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું ફોર્મ આખરે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર પરત ફરતું જોવા મળ્યું હતું. T20 સિરીઝની ત્રીજી મેચમાં સૂર્યાએ 44 બોલમાં 188ના સ્ટ્રાઈક રેટ સાથે 83 રનની શાનદાર મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આના આધારે ટીમ ઈન્ડિયાએ...
t20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવની વધુ એક સિધ્ધિ

ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું ફોર્મ આખરે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર પરત ફરતું જોવા મળ્યું હતું. T20 સિરીઝની ત્રીજી મેચમાં સૂર્યાએ 44 બોલમાં 188ના સ્ટ્રાઈક રેટ સાથે 83 રનની શાનદાર મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આના આધારે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે મેચ જીતીને 5 મેચની સિરીઝને હજુ પણ જીવંત રાખી છે. સૂર્યકુમાર યાદવે 83 રનની પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ તોડવાનું પણ કામ કર્યું હતું.

Advertisement

સૂર્યાએ T20 ક્રિકેટમાં પૂરા કર્યા 100 છગ્ગા

સૂર્યાએ ત્રીજી T20 મેચમાં માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ ઇનિંગમાં સૂર્યાએ 10 ચોગ્ગાની સાથે 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે સૂર્યકુમારે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં પોતાના 100 છગ્ગા પણ પૂરા કરી લીધા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ સૂર્યકુમાર યાદવ આ કારનામું કરનાર ત્રીજો ખેલાડી છે.

Advertisement

Advertisement

વિશ્વ ક્રિકેટમાં મેળવ્યું આ સ્થાન

સૂર્યકુમાર યાદવ હવે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. સૂર્યાએ પોતાની 50મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યાં રોહિત શર્માએ 92મી મેચમાં જ્યારે કોહલીએ 104મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવ એવિન લુઈસ પછી વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા પૂરા કરનાર બીજો બેટ્સમેન બની ગયો છે.

વિરાટ-રોહિતથી આગળ નીકળ્યો સૂર્યા

ત્રીજી T20 મેચમાં સૂર્યકુમાર યાદવની 83 રનની ઇનિંગ કેરેબિયન ધરતી પર તેની બીજી T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ હતી. હવે તે વેસ્ટ ઈન્ડિઝમાં ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ સિવાય વિરાટ, રોહિત, ઋષભ પંત અને તિલક વર્માના નામ વેસ્ટ ઈન્ડિઝમાં 1-1 T20 ઈન્ટરનેશનલ ફિફ્ટી નોંધાઈ છે. આ સાથે જ સૂર્યા હવે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી પણ બની ગયો છે.

આ પણ  વાંચો-IND VS WI : સૂર્યાની તોફાની બેટિંગ સામે વેસ્ટ ઈન્ડિઝના બોલરો ઘૂંટણીયે પડ્યા, ભારતે ત્રીજી T20 7 વિકેટે જીતી

Tags :
Advertisement

.