T20 WORLD CUP માં ખરાબ પ્રદર્શન બાદ SRI LANKA ની ટીમમાં ખળભળાટ!
T20 વિશ્વકપ 2024 હવે તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે. આજે રમાયેલ પ્રથમ સેમી ફાઇનલમાં આપણને સાઉથ આફ્રિકાના રૂપમાં પ્રથમ ફાઇનલિસ્ટ ટીમ મળી ગઈ છે. આજે રાત્રે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમી ફાઇનલ રમાવવાની છે. આ વિશ્વકપમાં ઘણી એવી મોટી મોટી ટીમો હતી જેમનો દેખાવ ખૂબ જ સામાન્ય રહ્યો હતો. પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીસ અને SRI LANKA જેવી ટીમો તેમના નામ પ્રમાણે દેખાવ ન કરી શકી હતી. વિશ્વકપમાં ખરાબ દેખાવ બાદ SRI LANKA ની ટીમમાંથી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમના કોચ ક્રિસ સિલ્વરવુડ અને સલાહકાર પૂર્વ દિગ્ગજ ક્રિકેટર મહેલા જયવર્દનેએ ટીમનો સાથ હવે છોડયો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
હેડ કોચે છોડયો ટીમનો સાથ
Mr. Chris Silverwood, head coach of the national team, has tendered his resignation from the position, citing personal reasons.
“Being an international coach means long periods away from loved ones. After lengthy conversations with my family and with a heavy heart, I feel it is…
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 27, 2024
તમને જણાવી દઈએ કે વિશ્વકપમાં SRI LANKA ની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઇ ગઈ હતી. એક સમયની ચેમ્પિયન ટીમના આ પ્રકારના દેખાવ બાદ તેમના ચાહકો ઘણા નિરાશ થયા હતા. હવે આ બાદ ટીમમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ટીમના હેડ કોચ ક્રિસ સિલ્વરવુડએ ટીમમાંથી રાજીનામું આપ્યું છે.
ક્રિસ સિલ્વરવુડના નિર્ણય વિશે માહિતી આપતા શ્રીલંકા ક્રિકેટે પણ પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. જેમાં સિલ્વરવુડે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ટીમના કોચ હોવાના કારણે તમારે લાંબા સમય સુધી તમારા પરિવારથી દૂર રહેવું પડશે. મારા પરિવાર સાથે લાંબી ચર્ચા કર્યા પછી, મેં હવે નક્કી કર્યું છે કે હું ઘરે પરત ફરવા માંગુ છું. શ્રીલંકન ક્રિકેટનો હિસ્સો બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે અને મારી સાથે ઘણી સારી યાદો રહેશે. ઉલ્લેખનીય છે કે, ક્રિસ સિલ્વરવુડના કાર્યકાળ દરમિયાન, શ્રીલંકાની ટીમે 2022 એશિયા કપમાં વિજય સહિત ઘણી મહત્વપૂર્ણ જીત હાંસલ કરી હતી.
ટીમમાં સલાહકાર તરીકે કાર્યરત જયવર્દનેએ પણ છોડી ટીમ
Sri Lanka Cricket wishes to announce that Mr. Mahela Jayawardena, who served as the ‘Consultant Coach’ of the SLC, has tendered his resignation https://t.co/2nwRbw4MvA #SLC #SriLankaCricket
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 26, 2024
શ્રીલંકા ક્રિકેટના લેજન્ડમાંથી એક એવા મહેલા જયવર્દને કે જે તેઓ હાલના સમયમાં શ્રીલંકાની ટીમના સલાહકાર તરીકે કાર્યરત હતા તેમણે પણ ટીમનો સાથ છોડ્યો છે. . શ્રીલંકા ક્રિકેટે જયવર્દનેની વિદાયની ઘોષણા કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન, જયવર્દનેએ રાષ્ટ્રીય ટીમના ઇકોસિસ્ટમ અને ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રના માળખામાં નોંધપાત્ર ફેરફારોને લાગુ કરવામાં મદદ કરી હતી. હવે આગામી સમયમાં શ્રીલંકા ટીમ કેવા વધુ ફેરફારો કરે છે તે તો જોવું રહ્યું.
આ પણ વાંચો : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે SEMI FINAL નો મહાજંગ, જાણો મેચમાં કોનું પલડું ભારે