બેડમિન્ટન કોર્ટમાં 17 વર્ષીય આંતરરાષ્ટ્રીય ચીની ખેલાડીને આવ્યો હાર્ટ એટેક, ગુમાવ્યો જીવ!
બેડમિન્ટન જગતમાંથી હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં રમાઈ રહેલ એક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં હાર્ટ એટેકના કારણે એક ખેલાડીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ચાઈનાના 17 વર્ષીય બેડમિંટન પ્લેયર zhang zhi jie એ અહી પોતાનો જીવ ગુમાવ્યો છે. મેચ દરમિયાન બેડમિન્ટન કોર્ટમાં તેની તબિયત બગડતાં તેને તબીબી સહાય આપવામાં આવી હતી. આ સાથે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોની ટીમે પણ તેની સારવાર કરી હતી. ચીનના બેડમિન્ટન ખેલાડી zhang zhi jie ને ઘણા કલાકોની સારવાર બાદ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ આ ઘટના બાદ સમગ્ર બેડમિંટન જગતમાં શોક છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર, 17 વર્ષીય યુવા ખેલાડીના મૃત્યુ અંગે ડોક્ટરોએ કહ્યું છે કે - બેડમિન્ટન રમતી વખતે ઝાંગને કોર્ટમાં હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેની છાતીમાં ભારે દુખાવો થતો હતો. છાતીમાં તીવ્ર દુખાવાને કારણે તે ત્યાં જ ઢળી પડ્યો. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેની પલ્સ કામ કરી રહી ન હતી. અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવતા પહેલા લગભગ ત્રણ કલાક સુધી તેની સારવાર કરવામાં આવી હતી. સોમવારે રાત્રે 11:20 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વધુમાં ચીનના બેડમિન્ટન એસોસિએશને યુવા ખેલાડીના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. એસોસિએશને કહ્યું કે zhang zhi jie ને બેડમિન્ટન પસંદ છે. તે રાષ્ટ્રીય યુવા બેડમિન્ટન ટીમનો ઉત્તમ ખેલાડી હતો.
Absolutely heartbreaking news coming from the Junior Asian Badminton Championships about the loss of young badminton player Zhang Zhi Jie.
I offer my deepest condolences to Zhang's family during this devastating time. The world has lost a remarkable talent today.
— Pvsindhu (@Pvsindhu1) June 30, 2024
ભારતની મહાન બેડમિંટન ખેલાડી P V SINDHU એ પણ આ બાબત અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેને ટ્વીટ કરીને આ ઘટના અંગે પોતાનું દુખ કર્યું છે. પીવી સિંધુએ કહ્યું કે જુનિયર એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપના યુવા ખેલાડી ઝાંગ ઝિજીના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તે આ દુ:ખદ સમયે ઝાંગના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. દુનિયાએ આજે એક અસાધારણ પ્રતિભા ગુમાવી છે.
આ પણ વાંચો : ZIMBABWE સામેની સિરીઝ માટે આ ત્રણ IPL સ્ટાર્સનો ટીમમાં કરાયો સમાવેશ!