ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

24 છગ્ગા અને 2 ચોગ્ગા, 37 બોલમાં 160 રન, IPL વચ્ચે આ ખેલાડીએ મચાવી તબાહી

સિવિડેટ અને માર્ખોર મિલાનો વચ્ચે યોજાઈ જૈન નકવીનો સ્ટ્રાઇક રેટ 432.43 હતો માત્ર 26 બોલમાં પોતાની સદી ફટકારી zain naqvi cricketer: આ T10 મેચ 16 એપ્રિલના રોજ ઇટાલીના બોલોગ્નામાં બે સ્થાનિક ટીમો સિવિડેટ અને માર્ખોર મિલાનો વચ્ચે યોજાઈ હતી....
06:04 PM Apr 16, 2025 IST | Hiren Dave
સિવિડેટ અને માર્ખોર મિલાનો વચ્ચે યોજાઈ જૈન નકવીનો સ્ટ્રાઇક રેટ 432.43 હતો માત્ર 26 બોલમાં પોતાની સદી ફટકારી zain naqvi cricketer: આ T10 મેચ 16 એપ્રિલના રોજ ઇટાલીના બોલોગ્નામાં બે સ્થાનિક ટીમો સિવિડેટ અને માર્ખોર મિલાનો વચ્ચે યોજાઈ હતી....
featuredImage featuredImage
zain naqvi stats

zain naqvi cricketer: આ T10 મેચ 16 એપ્રિલના રોજ ઇટાલીના બોલોગ્નામાં બે સ્થાનિક ટીમો સિવિડેટ અને માર્ખોર મિલાનો વચ્ચે યોજાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, માર્ખોર મિલાનોએ નિર્ધારિત 10 ઓવરમાં 2 વિકેટે 210 રન બનાવ્યા.વિકેટકીપર બેટ્સમેન અને માર્ખોર મિલાનો ટીમના કેપ્ટન ઝૈન નકવી મેચનો સ્ટાર રહ્યો.તેણે માત્ર 37 બોલમાં અણનમ 160 રનની ઇનિંગ રમી.આ દરમિયાન તેણે આ તોફાની ઇનિંગમાં 24 છગ્ગા અને 2 ચોગ્ગા પણ ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન જૈન નકવીનો સ્ટ્રાઇક રેટ 432.43 હતો. ખાસ વાત એ હતી કે તેણે માત્ર 26 બોલમાં પોતાની સદી ફટકારી હતી.

23 વર્ષીય જૈન નકવીએ ઇનિંગની છેલ્લી ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા

સિવિડેટના ગુરપ્રીત સિંહને ધોઇ નાખ્યો. ગુરપ્રીત ઇનિંગની છેલ્લી ઓવર નાખવા આવ્યો. જ્યાં જૈન નકવીએ પોતાના 6 બોલમાં સતત 6 છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન ગુરપ્રીતની બે ઓવરમાં કુલ 53 રન બન્યા. જ્યારે સિવિડેટના કેપ્ટન કુલજિંદર સિંહ વધુ મોંઘા સાબિત થયા. તેણે પોતાની બે ઓવરમાં કુલ 29 રન આપ્યા.

આ પણ  વાંચો -PBKS Vs KKR :લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી, KKR સામે ભવ્ય વિજય

સિવિડેટ ટીમ રન ચેઝમાં નિષ્ફળ ગઈ

સિવિડેટ ટીમ મેચમાં ક્યાંય પણ નિયંત્રણમાં દેખાઈ ન હતી અને 9 ઓવરમાં 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.' તેમની તરફથી શાહબાઝ મસૂદે સૌથી વધુ 34 રન બનાવ્યા. માર્ખોર મિલાનો તરફથી રફતુર રફત સૌથી સફળ બોલર રહ્યો, જેણે 4 વિકેટ લીધી. જ્યારે ફરાઝ અલીને 3 સફળતા મળી.

આ પણ  વાંચો -PBKS vs KKR : પંજાબે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય

જૈન નકવીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

ઝૈન નકવી વિશે વાત કરીએ તો, તે ઇટાલિયન ટીમ માટે રમે છે. 23 વર્ષીય જૈન નકવીએ 4 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઇટાલીનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યાં તેણે 4 મેચમાં ફક્ત 7 રન બનાવ્યા છે

Tags :
Cividate cricket match liveCividate live scoreCividate vs Markhor Milano ECS ItalyCividate vs Markhor Milano live matchCividate vs Markhor Milano live scoresCividate vs Markhor Milano todayECS Italy live matchECS T10 Milan live scoreItalian cricket live scoresMarkhor Milano cricket scoreMarkhor Milano live updatesSyed Naqvi Career Statszain naqvizain naqvi 100 in 26 ballszain naqvi 24 sixeszain naqvi 26-ball centuryzain naqvi 6 consecutive sixeszain naqvi batting highlightszain naqvi cricketerzain naqvi fastest centuryzain naqvi internation Cricket statszain naqvi newszain naqvi recordzain naqvi stats