24 છગ્ગા અને 2 ચોગ્ગા, 37 બોલમાં 160 રન, IPL વચ્ચે આ ખેલાડીએ મચાવી તબાહી
- સિવિડેટ અને માર્ખોર મિલાનો વચ્ચે યોજાઈ
- જૈન નકવીનો સ્ટ્રાઇક રેટ 432.43 હતો
- માત્ર 26 બોલમાં પોતાની સદી ફટકારી
zain naqvi cricketer: આ T10 મેચ 16 એપ્રિલના રોજ ઇટાલીના બોલોગ્નામાં બે સ્થાનિક ટીમો સિવિડેટ અને માર્ખોર મિલાનો વચ્ચે યોજાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, માર્ખોર મિલાનોએ નિર્ધારિત 10 ઓવરમાં 2 વિકેટે 210 રન બનાવ્યા.વિકેટકીપર બેટ્સમેન અને માર્ખોર મિલાનો ટીમના કેપ્ટન ઝૈન નકવી મેચનો સ્ટાર રહ્યો.તેણે માત્ર 37 બોલમાં અણનમ 160 રનની ઇનિંગ રમી.આ દરમિયાન તેણે આ તોફાની ઇનિંગમાં 24 છગ્ગા અને 2 ચોગ્ગા પણ ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન જૈન નકવીનો સ્ટ્રાઇક રેટ 432.43 હતો. ખાસ વાત એ હતી કે તેણે માત્ર 26 બોલમાં પોતાની સદી ફટકારી હતી.
23 વર્ષીય જૈન નકવીએ ઇનિંગની છેલ્લી ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા
સિવિડેટના ગુરપ્રીત સિંહને ધોઇ નાખ્યો. ગુરપ્રીત ઇનિંગની છેલ્લી ઓવર નાખવા આવ્યો. જ્યાં જૈન નકવીએ પોતાના 6 બોલમાં સતત 6 છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન ગુરપ્રીતની બે ઓવરમાં કુલ 53 રન બન્યા. જ્યારે સિવિડેટના કેપ્ટન કુલજિંદર સિંહ વધુ મોંઘા સાબિત થયા. તેણે પોતાની બે ઓવરમાં કુલ 29 રન આપ્યા.
View this post on Instagram
આ પણ વાંચો -PBKS Vs KKR :લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી, KKR સામે ભવ્ય વિજય
સિવિડેટ ટીમ રન ચેઝમાં નિષ્ફળ ગઈ
સિવિડેટ ટીમ મેચમાં ક્યાંય પણ નિયંત્રણમાં દેખાઈ ન હતી અને 9 ઓવરમાં 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.' તેમની તરફથી શાહબાઝ મસૂદે સૌથી વધુ 34 રન બનાવ્યા. માર્ખોર મિલાનો તરફથી રફતુર રફત સૌથી સફળ બોલર રહ્યો, જેણે 4 વિકેટ લીધી. જ્યારે ફરાઝ અલીને 3 સફળતા મળી.
આ પણ વાંચો -PBKS vs KKR : પંજાબે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય
જૈન નકવીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
ઝૈન નકવી વિશે વાત કરીએ તો, તે ઇટાલિયન ટીમ માટે રમે છે. 23 વર્ષીય જૈન નકવીએ 4 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઇટાલીનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યાં તેણે 4 મેચમાં ફક્ત 7 રન બનાવ્યા છે