Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Blood Cancer : ભૂતપૂર્વ ભારતીય કોચની બ્લડ કેન્સર સામે લડત, કપિલ દેવે કહ્યું હું મારા તફથી આ...

ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ અંશુમન ગાયકવાડ આ દિવસોમાં કેન્સર (Blood Cancer) સામે લડાઈ લડી રહ્યા છે. તેને આ સ્થિતિમાં જોઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય ટીમના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ પણ...
blood cancer   ભૂતપૂર્વ ભારતીય કોચની બ્લડ કેન્સર સામે લડત  કપિલ દેવે કહ્યું હું મારા તફથી આ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ અંશુમન ગાયકવાડ આ દિવસોમાં કેન્સર (Blood Cancer) સામે લડાઈ લડી રહ્યા છે. તેને આ સ્થિતિમાં જોઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય ટીમના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ પણ હવે અંશુમન ગાયકવાડની મદદ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. એટલું જ નહીં, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ભૂતપૂર્વ ભારતીય કોચની મદદ કરવા વિનંતી કરી છે.

Advertisement

આ વાતનો ખુલાસો ખુદ પૂર્વ કેપ્ટને કર્યો હતો...

1983 માં ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કપિલ દેવે સ્ટાર સ્પોર્ટ્સ પર પૂર્વ ભારતીય કોચ અંશુમનની હાલત વિશે વાત કરતા કહ્યું કે હું અંશુ સાથે રમ્યો છું અને તેને આ હાલતમાં જોઈને દુઃખી અને નિરાશ છું. હું જાણું છું કે બોર્ડ તેને મદદ કરશે. અમે તેને મદદ કરવા માટે કોઈને દબાણ નથી કરી રહ્યા પરંતુ તેને દિલથી મદદ કરવી પડશે. તેને કેટલીક ઈજાઓ પણ થઈ છે હવે અંશુ માટે ઉભા થઈને તેને મદદ કરવાનો સમય આવી ગયો છે. હું જાણું છું કે ચાહકો પણ તેને નિરાશ નહીં કરે.

Advertisement

સંદીપ પાટીલે કેન્સરના સમાચાર આપ્યા હતા...

આ મહિનાની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે અંશુમનના બ્લડ કેન્સર (Blood Cancer)ના સમાચાર આપ્યા હતા. સંદીપ પાટીલના જણાવ્યા અનુસાર ગાયકવાડ છેલ્લા એક વર્ષથી કેન્સર (Blood Cancer) જેવી ખતરનાક બિમારીથી પીડિત છે. આ સિવાય ગાયકવાડે સંદીપને કહ્યું હતું કે અંશુને આર્થિક મદદની જરૂર છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ આ મામલે અંશુને મદદ કરવા અંગે BCCI સાથે વાત કરી છે, જેના પર BCCI ના ટ્રેઝરર આશિષ શેલારે આ બાબતે વિચાર કરવાની વાત કરી છે.

Advertisement

આ પણ વાંચો : જુઓ..વિવ રિચર્ડ્સ અને નીના ગુપ્તાનો આ થ્રો બેક VIDEO

આ પણ વાંચો : આવતા 24 કલાકમાં India- Pakistan વચ્ચે ખેલાશે જંગ…

આ પણ વાંચો : ગૌતમની ‘ગંભીર’ માંગોને ઠુકરાવતી BCCI

Tags :
Advertisement

.