Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિકેટ સ્ટેડિયમમાં હવે આવી જાહેરાતો પર લાગી શકે છે BAN

ADVERTISEMENT BAN IN STADIUM : ક્રિકેટ મેચમાં આપણે જોતા હોઈએ છીએ કે સ્ટેડિયમમાં અલગ અલગ ઘણી જાહેરાતો લગાવવામાં આવે છે.હવે આ જાહેરાતને લગતો એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી...
ક્રિકેટ સ્ટેડિયમમાં હવે આવી જાહેરાતો પર લાગી શકે છે ban

ADVERTISEMENT BAN IN STADIUM : ક્રિકેટ મેચમાં આપણે જોતા હોઈએ છીએ કે સ્ટેડિયમમાં અલગ અલગ ઘણી જાહેરાતો લગાવવામાં આવે છે.હવે આ જાહેરાતને લગતો એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ટૂંક સમયમાં આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે વાત કરવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

તમાકુની જાહેરાત થઈ શકે છે BAN

અહેવાલોના અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ક્રિકેટ સ્ટેડિયમમાં તમાકુની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે.ICMR અને વાઇટલ સ્ટ્રેટેજીએ કહ્યું કે વર્ષ 2023માં 41 ટકા ધુમ્રપાન અને તમાકુની જાહેરાતો માત્ર ODI વર્લ્ડ કપની છેલ્લી 17 મેચો દરમિયાન જ બતાવવામાં આવી હતી.વધુમાં હવે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે એલચીના નામે તમાકુનો પ્રચાર કરનારા કલાકારો પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે.

Advertisement

સ્વાસ્થ્ય મંત્રાલય કરી રહ્યું છે BCCI સાથે ચર્ચા

આ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં ઘણા યુવાનો ક્રિકેટ મેચ પોતે જુએ છે અને જ્યારે મેચમાં આવા પ્રકારની તમાકુની જાહેરાતો બતાવવામાં આવે છે ત્યારે તે યુવાનોને ઘણી હદ સુધી આકર્ષે છે.હવે આવી જાહેરાતો ઉપર કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતાઓ પણ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ બાબત અંગે BCCI સાથે ચર્ચા કરી રહ્યું છે. આ બાબત અંગે ગમે ત્યારે નિર્ણય સામે આવી શકે છે.

આ પણ વાંચો : Copa America Final :આર્જેન્ટિનાએ જીત્યું કોપા અમેરિકાનું ટાઇટલ

Advertisement

Tags :
Advertisement

.