Asia Cup 2023 : ભારત-પાક મેચ પહેલા કોહલી અને રઉફ વચ્ચે શું વાતચીત થઇ, જુઓ Video
એશિયા કપનો સૌથી રોમાંચક મુકાબલો આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળશે. આ મેચમાં ભારતના બેસ્ટમેન અને પાકિસ્તાની પેસ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ વચ્ચે સીધી ટક્કર હશે. આને આ વર્ષનો સૌથી હાઇપ્રોફાઇલ મુકાબલો માનવામાં આવે છે. આ મેચ...
10:26 AM Sep 02, 2023 IST
|
Hiren Dave
એશિયા કપનો સૌથી રોમાંચક મુકાબલો આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળશે. આ મેચમાં ભારતના બેસ્ટમેન અને પાકિસ્તાની પેસ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ વચ્ચે સીધી ટક્કર હશે. આને આ વર્ષનો સૌથી હાઇપ્રોફાઇલ મુકાબલો માનવામાં આવે છે. આ મેચ પલ્લેકેલમાં બપોરે 3 કલાકે શરૂ થશે.
આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓની મુલાકાતનો વીડિયો ચર્ચામાં છે. જેમાં હારિસ રઉફ અને વિરાટ કોહલી એકબીજાને ગળે મળતાં જોવા મળે છે. એકબીજાના ખબર પૂછી રહ્યા છે. આ દરમિયાન બન્ને પચાસ ઓવર ફોર્મેટને લઇને વાત કરી હતી.
પલ્લેકેલેમાં ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે
ટીમ ઈન્ડિયા શનિવારે એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાકિસ્તાનના પડકારનો સામનો કરશે. પ્રથમ મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન સિવાય નેપાળ ગ્રુપ-Aમાં છે. જ્યારે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. આ રીતે 6 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
શાહીન આફ્રિદી સંપૂર્ણ રીતે ફિટ છે
પાકિસ્તાન માટે સારા સમાચાર છે. સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ભારત સામેની મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ છે. પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પાકિસ્તાન એ જ ટીમ સાથે ભારત સામે મેદાનમાં ઉતારી રહ્યું છે.
ભારત સામે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન- ફખર ઝમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સલમાન આગા, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હરિસ રઉફ, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી.
Next Article