Asia Cup 2023 : ભારત-પાક મેચ પહેલા કોહલી અને રઉફ વચ્ચે શું વાતચીત થઇ, જુઓ Video
એશિયા કપનો સૌથી રોમાંચક મુકાબલો આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળશે. આ મેચમાં ભારતના બેસ્ટમેન અને પાકિસ્તાની પેસ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ વચ્ચે સીધી ટક્કર હશે. આને આ વર્ષનો સૌથી હાઇપ્રોફાઇલ મુકાબલો માનવામાં આવે છે. આ મેચ પલ્લેકેલમાં બપોરે 3 કલાકે શરૂ થશે.
Moment of The Day: Virat Met Haris Rauf, both displaying Mutual Respect🇵🇰♥️🇮🇳.#HarisRauf #ViratKohli𓃵 #PAKvIND #AsiaCup2023 pic.twitter.com/ota1GbJPT8
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) September 1, 2023
પલ્લેકેલેમાં ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે
ટીમ ઈન્ડિયા શનિવારે એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાકિસ્તાનના પડકારનો સામનો કરશે. પ્રથમ મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન સિવાય નેપાળ ગ્રુપ-Aમાં છે. જ્યારે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. આ રીતે 6 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.