US Open 2023 : US ઓપન 2023માં અમેરિકાની કોકો ગોફ બની ચેમ્પિયન
US ઓપન 2023ની વુમન્સ ચેમ્પિયનશીપ મેચમાં ગઈકાલે અમેરિકાની 19 વર્ષીય ટેનિસ ખેલાડી કોકો ગોફે ફાઈનલમાં બેલારુની આર્યના સબાલેંકાને 2-6,6-3,6-2થી હરાવી ટાઈટન પોતાના નામે કર્યું હતું. કોકો ફ્લશિંગ મીડોઝમાં સેરેના વિલિયમ્સ બાદ સૌથી ઓછી ઉંમરની ચેમ્પિયન બની છે. US ઓપનમાં આ કોકોનું પ્રથમ ટાઈટલ હતું. ઓપન એરા પછી કોકા ફ્લશિંગ મીડોઝમાં સિંગલ ચેમ્પિયનમાં 28મી મહિલા બની હતી.
કોકોએ પ્રથમ સેટમાં હાર બાદ વાપસી કરી
કોકોએ પ્રથમ સેટમાં હાર બાદ વાપસી કરી અને આગામી બંને સેટમાં જીત મેળવી ટાઈટલ કબ્જે કર્યો હતો. પ્રથમ સેટમાં આર્યનાએ કોકાને 6-2થી હરાવી લીડ મેળવી હતી. પરંતુ કોકોએ મેચમાં વાપસી કરતા બીજા સેટમાં 6-3થી જીત મેળવી મેચ ટાઈ કરાવી હતી. ત્યાર પછી ત્રીજા સેટમાં ફરી એકવાર કોકો જીત મેળવવામાં સફળ રહી હતી. આ વખતે તેણે આર્યનાને 6-2થી હરાવી હતી.
સૌથી વધુ સિંગલ્સ ટાઇટલ જીતવાનો રેકોર્ડ ક્રિસ એવર્ટ અને સેરેના વિલિયમ્સના નામે
આ પહેલા વર્ષ 2022માં આયોજિત US ઓપનમાં પોલેન્ડની ઇગા સ્વિટેકે ટાઈટલ જીત્યું હતું. ઇગાએ ફાઇનલમાં ટ્યુનિશિયાની ઓન્સ જેબ્યુરને હરાવી હતી. ઓપન એરા 1968 પછી સૌથી વધુ સિંગલ્સ ટાઇટલ જીતવાનો રેકોર્ડ અમેરિકાના ક્રિસ એવર્ટ અને સેરેના વિલિયમ્સના નામે છે. બંનેએ 6 વખત આ ટાઇટલ જીત્યું છે. આ પછી સ્ટેફી ગ્રાફે 5 વખત US ઓપન ટાઈટલ જીત્યું છે.
આ પણ વાંચો -ASIA CUP 2023 : આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો,જાણો પીચ રિપોર્ટ