Team India Victory Parade: સ્પેશિયલ બસની ખાસ તસવીરો અને વીડિયો આવ્યો સામે
Team India Victory Parade: ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરી છે. સવારે લગભગ 6 વાગ્યે, ભારતીય ખેલાડીઓએ દેશની ધરતી પર પગ મૂક્યો. આ પછી એરપોર્ટ પર જ ટીમના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. ખેલાડીઓ બહાર આવતા જ એવું લાગી રહ્યું હતું કે આખો દેશ ભારતીય ટીમની જીતનો જશ્ન મનાવી રહ્યો છે. ડ્રમ અને અલગ અલગ વાદ્યો સાથે ખૂબ ડાન્સ કરવામાં આવ્યો હતો અને ભારતીય ખેલાડીઓ પણ તેમાં જોડાયા અને ખૂબ નાચ્યા. આજે સાંજે મુંબઈમાં ભારતીય ખેલાડીઓની વિજય પરેડ કાઢવામાં આવશે, જેના માટે ખાસ બસ તૈયાર કરવામાં આવી છે. જેના ફોટા અને વીડિયો સામે આવ્યા છે.
ટીમ ઈન્ડિયાએ લગભગ 17 વર્ષ બાદ ટીT20 વર્લ્ડકપની ટ્રોફી જીતી
ભારતીય ટીમે 29 જૂને ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીત એટલા માટે પણ ખાસ હતી કારણ કે 2007માં પહેલો ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ ભારત એક વખત પણ ટાઈટલ જીતી શક્યું નથી. પરંતુ હવે લગભગ 17 વર્ષની રાહનો અંત આવ્યો છે. ટીમ ઈન્ડિયા પણ 1 જુલાઈએ પોતાના દેશ પરત આવવાની હતી, પરંતુ બાર્બાડોસમાં આવેલા વાવાઝોડાને કારણે ભારતીય ટીમ ત્યાં જ ફસાઈ ગઈ હતી. આ પછી, ખેલાડીઓની વાપસી માટે BCCI દ્વારા એક વિશેષ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Team India's bus for the victory parade is ready! 🏆🇮🇳pic.twitter.com/3yd7HTNkV1
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024
મુંબઈમાં વિજય પરેડ માટે ખાસ બસ
મુંબઈમાં વિક્ટરી પરેડ માટે BCCI દ્વારા એક ખાસ બસ તૈયાર કરવામાં આવી છે, જે ખૂબ જ સુંદર લાગે છે. બસની બાજુમાં ટીમ ઈન્ડિયા ટ્રોફી લઈને ઉજવણી કરતી એક મોટી તસવીર લગાવવામાં આવી છે. બસ ઉપરથી ખુલ્લી છે, તેના પર સવાર થઈને ભારતીય ખેલાડીઓ લગભગ દોઢ કિલોમીટરના રોડ શોમાં ભાગ લેશે અને આખી ટીમ બીસીસીઆઈ ઓફિસ પહોંચશે. બસના ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Hardik Pandya પરત આવતા જ પત્ની Natasa Stankovic એ શું કહ્યું…?
આ પણ વાંચો - Team India : ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયા પહોંચી PM હાઉસ, PM સાથે કરશે મુલાકાત
આ પણ વાંચો - Virat Kohli એ પોતાનો મેડલ ભાઇને……