Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Team India : ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયા પહોંચી PM હાઉસ, PM સાથે કરશે મુલાકાત

Team India : ટીમ ઈન્ડિયા (Team India )બાર્બાડોસથી ભારત પરત ફરી છે. આ સાથ જ ફ્લાઈટમાં ખેલાડીઓએ ટ્રોફીની સાથે મોજ માણી હતી. આ પછી ટીમ ITC મોર્ય હોટલ પહોચી. અહીં તેઓ માટે ખાસ કેક અને બ્રેકફાસ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો....
team india   ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયા પહોંચી pm હાઉસ  pm સાથે કરશે મુલાકાત
Advertisement

Team India : ટીમ ઈન્ડિયા (Team India )બાર્બાડોસથી ભારત પરત ફરી છે. આ સાથ જ ફ્લાઈટમાં ખેલાડીઓએ ટ્રોફીની સાથે મોજ માણી હતી. આ પછી ટીમ ITC મોર્ય હોટલ પહોચી. અહીં તેઓ માટે ખાસ કેક અને બ્રેકફાસ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ખેલાડીઓએ હોટલ પહોંચતા જ ઢોલની સાથે ડાન્સ કર્યો હતો. આ પછી ટીમ હવે પીએમ મોદી(pm narendra modi)ના ઘરે મળવા જવા રવાના થઈ છે અને તેઓ ત્યાં પહોંચી પણ ચૂક્યા છે.

Advertisement

Advertisement

ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા અને કંપની ટી20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે પીએમ મોદીના ઘરે પહોંચી ગયા છે. PM મોદીની ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત  થવાની છે. હાલમાં ITC મૌર્યા હોટેલની બહાર ક્રિકેટ ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાની મનપસંદ ટીમની ઝલક મેળવવા માટે ઉત્સાહિત છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાના સમર્થનમાં નારા પણ લગાવી રહ્યા છે.

Advertisement

PM  મોદી ભારતીય ખેલાડીઓનું કરશે સન્માન

પીએમ મોદીને મળ્યા પહેલા ભારતીય ટીમે આઈટીસી મૌર્ય હોટેલમાં કેક કાપી હતી. રોહિત શર્મા કેક કાપતો જોવા મળ્યો હતો, આ દરમિયાન રોહિત શર્માએ ફરી એકવાર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી હતી. આ પછી તમામ ખેલાડીઓ પીએમ મોદીને મળવા હોટલની બહાર નીકળ્યા હતા. પીએમ મોદી આજે વર્લ્ડકપ વિજેતા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું સન્માન પણ કરવાના છે.

ટીમ ઈન્ડિયાએ હોટલમાં ખાસ કેક કાપી

વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું આઈટીસી મૌર્ય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેપ્ટન રોહિત શર્માએ ખાસ તૈયાર કરેલી કેક કાપી હતી. કોચ રાહુલ દ્રવિડ સાથે વિરાટ કોહલીએ પણ કેક કાપી ઉજવણીમાં ભાગ લીધો હતો.

રોહિત શર્માએ ઢોલના તાલે ડાન્સ કર્યો હતો

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા દિલ્હી પહોંચ્યા બાદ બસમાંથી નીચે ઉતરીને હોટલની અંદર જઈ રહ્યો હતો ત્યારે તેણે ત્યાં હાજર ભાંગડા લોકો સાથે જોરશોરથી ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે સૂર્યકુમાર યાદવે પણ ભાંગડા વગાડ્યા હતા.

આ પણ  વાંચો  - Virat Kohli એ પોતાનો મેડલ ભાઇને……

આ પણ  વાંચો  - Champions : ભારતીય ટીમનું ITC મૌર્ય હોટેલમાં કરાયું ભવ્ય સ્વાગત

આ પણ  વાંચો  - Team Indiaનું દિલ્હી એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત, જાણો કાર્યક્રમ

Tags :
Advertisement

.

×