Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RCB vs RR: Eliminatorમાં કિંગ કોહલી રચશે ઈતિહાસ! IPLમાં કોઈ બેટ્સમેન આવું કરી શક્યો નથી

RCB vs RR : PL 2024માં 22 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ (RCB vs RR)વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ સિઝનમાં RCBની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ પ્રથમ 8 મેચમાં માત્ર એક જ મેચ જીતવામાં સફળ...
08:14 PM May 21, 2024 IST | Hiren Dave

RCB vs RR : PL 2024માં 22 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ (RCB vs RR)વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ સિઝનમાં RCBની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ પ્રથમ 8 મેચમાં માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી હતી પરંતુ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (virat kohli)દરેક મેચમાં શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. વિરાટ IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને તે ઓરેન્જ કેપ હોલ્ડર પણ છે. હવે એલિમિનેટર મેચમાં કોહલી ઈતિહાસ  રચીશકે  છે.

IPLના 8000 રન પૂરા કરશે કોહલી!

વિરાટ કોહલી IPLની શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. કોહલી ઘણા વર્ષો સુધી ટીમનું સુકાની પણ રહ્યો છે. IPLના ઈતિહાસમાં કોહલીએ અત્યાર સુધી 251 મેચની 243 ઈનિંગ્સમાં 7971 રન બનાવ્યા છે. હાલમાં, કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કોહલી હવે IPLમાં પોતાના 8 હજાર રન પૂરા કરવાથી 29 રન દૂર છે. જો કોહલી એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 29 રન બનાવશે તો તે IPLમાં 8 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની જશે.

IPLમાં અત્યાર સુધી કોઈ બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. વિરાટ કોહલીએ IPLમાં 8 સદી અને 50 ફિફ્ટી ફટકારી છે. આ સિવાય તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 113 રન રહ્યો છે. IPLના ઈતિહાસમાં કોહલીએ 702 ફોર અને 271 સિક્સ ફટકારી છે.

 

IPL 2024માં કોહલીનું પ્રદર્શન

IPL 2024માં વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ સિઝનમાં કોહલીએ સદી પણ ફટકારી છે. અત્યાર સુધી 14 મેચોમાં કોહલીએ 155ના સ્ટ્રાઈક રેટથી 708 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 59 ફોર અને 37 સિક્સ ફટકારી છે. હવે ટીમ એલિમિનેટર મેચમાં કોહલી પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.

આ પણ  વાંચો - IPL 2024 KKRvs SRH Qualifier 1: જાણો કઇ ટીમની થઇ શકે છે જીત, આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

આ પણ  વાંચો - આ ધાકડ પ્લેયરનો હવે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ટીમમાં કરાયો સમાવેશ, IPL 2024 માં પણ મચાવી ચૂક્યો છે ધૂમ

આ પણ  વાંચો -  IPL 2024 Qualifier 1 : આજે KKR vs SRH ની મેચમાં કઇ ટીમને મળી શકે છે ફાઈનલની Ticket?

Tags :
ELIMINATORIPL 2024PlayoffsRCBRCB vs RRRCBvsRRVirat Kohli
Next Article