Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RCB VS DC : RCB અને DC માટે આજે કરો યા મરોની સ્થિતિ, જે હારશે તેના માટે PLAY OFF ના દરવાજા થશે બંધ

RCB VS DC : IPL 2024 માં આજરોજ ખૂબ જ મહત્વપૂર્ણ મુકાબલો રમાશે. આ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કૅપિટલ વચ્ચે રમાશે. આ મુકાબલો અગત્યનો એટલા માટે છે કે કેમકે બને ટીમને પ્લે ઓફમાં પહોંચવા માટે આ મેચ જીતવી...
04:37 PM May 12, 2024 IST | Harsh Bhatt

RCB VS DC : IPL 2024 માં આજરોજ ખૂબ જ મહત્વપૂર્ણ મુકાબલો રમાશે. આ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કૅપિટલ વચ્ચે રમાશે. આ મુકાબલો અગત્યનો એટલા માટે છે કે કેમકે બને ટીમને પ્લે ઓફમાં પહોંચવા માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. સતત ચાર મેચ જીતીને પ્લેઓફની રેસમાં રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાનો દાવો જાળવી રાખવા માટે દિલ્હી કેપિટલ્સને દરેક કિંમતે હરાવવી પડશે. સાથે જ દિલ્હી પણ કોઈપણ ભોગે જીત ઈચ્છે છે. આ મેચમાં હાર તેમને ફરીથી પ્લેઓફની રેસમાં સેટ કરશે. આ મુકાબલો RCB ના આંગણે એમ ચિન્નાવામસી સ્ટેડિયમ ખાતે રમાશે.

RCB માટે કરો યા મરોની સ્થિતિ

RCB માટે હવે પ્લે ઓફ સુધી પહોંચવા માટે તેમની બાકી રહેલી બધી જ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.  આ ટીમ હાલ 12 મેચમાંથી 10 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે અને હવે હારવાથી તેનો રસ્તો બંધ થઈ જશે. સતત ચાર જીત અને વિરાટ કોહલીના શાનદાર ફોર્મના આધારે તેમનું મનોબળ ઉંચુ છે. કોહલીએ આ સિઝનમાં સૌથી વધુ 634 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 153 રહ્યો છે. આજની આ કરો યા મરોની મેચ કોહલી ઉપર ખૂબ જ આશાઓ રહેશે.

RISHABH PANT ની ગેરહાજરીમાં દિલ્હી માટે અક્ષર બનશે સુકાની

IPL 2024 ની 56મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીને ટીમે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન RISHABH PANT ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. સમગ્ર બાબત એમ છે કે, રાજસ્થાન સામેની આ મેચમાં કેપ્ટન ઋષભ પંત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો. મેચ રેફરીએ આ સિઝનમાં ત્રીજી વખત IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. . ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે આ વાતની પુષ્ટિ કરી છે કે, રિષભની ગેરહાજરીમાં દિલ્હીના ટીમની સુકાની યુવા અક્ષર પટેલ સંભાળશે.

HEAD TO HEAD ( RCB VS DD )

IPL ના ઇતિહાસમાં બેંગ્લોર અને દિલ્હી 30 મેચોમાં આમને-સામને આવી ચૂક્યા છે. આ 30 મેચમાં બેંગ્લોરે 18 માં જીત મેળવી છે જ્યારે દિલ્હીએ 11માં વિજય મેળવ્યો છે. 1 મેચ પરિણામ વિના સમાપ્ત થઈ છે. હેડ ટુ હેડમાં અત્યારે RCB આગળ છે પણ દિલ્હીની ટીમ આજે પલટવાર કરી શકે છે.

કેવો રહેશે પિચનો મિજાજ

RCB ના હોમ ગ્રાઉંડ એમ ચિન્નાવામસી સ્ટેડિયમની વાત કરીએ તો આ મેદાન હમેશા બૅટ્સમેન માટે ખૂબ જ મદદગાર સાબિત થાય છે. બાઉન્ડ્રી નાની હોવાના કારણે બૅટ્સમેન સરળતાથી અહી ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે. માટે આ મેદાન ઉપર હમેશા મોટો સ્કોર બને છે. હૈદરાબાદે આ જ સ્થળે બેંગલુરુ સામે રેકોર્ડ 287 રન બનાવ્યા હતા, પરંતુ ગુજરાત અહીંના સૌથી તાજેતરના મેચમાં પ્રથમ બેટિંગ કરતી વખતે માત્ર 147 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પિચ ઉપર ટોસ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ પિચ ઉપર ચેસ કરવાનું સરળ હોવાથી આ પિચ ઉપર કપ્તાન પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.

RCB vs DC સંભવિત પ્લેઈંગ XI:

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સંભવિત પ્લેઇંગ 11 : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ ,વિલ જેક્સ, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટમાં), સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

દિલ્હી કેપિટલ્સ સંભવિત પ્લેઇંગ 11 : ડેવિડ વોર્નર, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, કુમાર કુશાગ્રા, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.

આ પણ વાંચો : Delhi : ક્રિકેટ ગ્રાઉન્ડમાં લોહિયાળ રમત, મેચ દરમિયાન મારમારી, એક યુવકનું મોત…

Tags :
AKSHAR PATELBCCICricket NewsDavid WarnerFAF DU PLESISIPL 2024MUST WINpitch reportrcb vs dcrishabh pantVirat KohliWHO WILL WIN
Next Article