Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RCB VS CSK : King Kohli એ ચેન્નઈ સામે મેચમાં રચ્યો ઈતિહાસ

Virat Kohli: IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ રહી છે. સીઝન શરૂ થતાની સાથે જ વિરાટ કોહલીએ (Virat Kohli ) એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે તેની કારકિર્દીમાં...
10:40 PM Mar 22, 2024 IST | Hiren Dave
King Kohli history

Virat Kohli: IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ રહી છે. સીઝન શરૂ થતાની સાથે જ વિરાટ કોહલીએ (Virat Kohli ) એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ હવે તેણે તેની T20 કારકિર્દીમાં 12,000 રન પૂરા કર્યા છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. તે 12 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો એકમાત્ર છઠ્ઠો બેટ્સમેન બન્યો છે.

 

વિરાટ કોહલીએ 12,000 રન પૂરા કર્યા

IPL 2024ની પ્રથમ મેચમાં CSK સામે 6 રન બનાવીને વિરાટ કોહલીએ તેની T20 કારકિર્દીના 12,000 રન પૂરા કરી લીધા છે. વિરાટે તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધી 377 મેચ રમી છે, જેમાં તેણે 359 ઇનિંગ્સમાં 12,000થી વધુ રન પૂરા કર્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 41.21 રહી છે. આ લાંબી કારકિર્દીમાં તેણે 8 સદી અને 91 અડધી સદીની ઇનિંગ્સ પણ રમી છે. તે T20 મેચમાં 12 હજાર રન પૂરા કરનાર ત્રીજો સૌથી ઝડપી ખેલાડી છે. આ પહેલા કોહલી આ ફોર્મેટમાં સૌથી ઝડપી 11,000 રન પૂરા કરનાર ખેલાડી બન્યો હતો, તેણે 353 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. કિંગ કોહલી T20 ફોર્મેટમાં પ્રભુત્વ ધરાવે છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય T20 અને T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

કોહલી પહેલા 5 ખેલાડીઓ આ કરી ચુક્યા છે

વિરાટ કોહલી પહેલા ક્રિસ ગેલ, શોએબ મલિક, કાયરન પોલાર્ડ, એલેક્સ હેલ્સ અને ડેવિડ વોર્નર આ કરી ચુક્યા છે. T20 ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી ક્રિસ ગેલ છે. તેણે અત્યાર સુધી 463 મેચમાં 14,562 રન બનાવ્યા છે. તેની કારકિર્દીમાં તેણે 22 સદી અને 88 અડધી સદી પણ ફટકારી છે. ખાસ કરીને સદીના મામલે કોહલી ઘણો પાછળ છે.

RCB પ્લેઈંગ ઈલેવન

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનુજ રાવત, કર્ણ શર્મા, અલ્ઝારી જોસેફ, મયંક ડાગર અને મોહમ્મદ સિરાજ

આ પણ  વાંચો - IPL2024 : RCB એ ટોસ જીતીને બેટિંગનો લીધો નિર્ણય,જુઓ પ્લેઈંગ ઈલેવન

આ પણ  વાંચો - IPL 2024 : IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ, AR Rahma ના પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ

આ પણ  વાંચો - World record : MS Dhoni IPL માં વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવશે

 

Tags :
cricket live iplcricket live live cricket cricket live scorecsk vs rcb live royal challengers at super kingscsk vs rcb tossIPLIPL 2024king kohliKing Kohli historyKohlimaxwellrcb captain 2024rcb vs cskrcb vs csk 2024rcb vs csk liveroyal challengers vs super kingssuper kings vs royal challengersT20 Careertoday cricket matchtoday's ipl match
Next Article