Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IBSF World Billiards Championship : પંકજ અડવાણીએ દોહામાં 26મી વખત ટાઈટલ જીતી રચ્યો ઈતિહાસ

ભારતીય સ્ટાર પંકજ અડવાણીએ 26મી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીતી છે. પંકજે કુઆલાલુંપુરમાં લાંબા ફોર્મેટનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ મંગળવારે ફાઇનલમાં સૌરવ કોઠારીને હરાવીને 26મી વખત IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. તેમણે 26મી...
09:54 PM Nov 21, 2023 IST | Hiren Dave

ભારતીય સ્ટાર પંકજ અડવાણીએ 26મી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીતી છે. પંકજે કુઆલાલુંપુરમાં લાંબા ફોર્મેટનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ મંગળવારે ફાઇનલમાં સૌરવ કોઠારીને હરાવીને 26મી વખત IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. તેમણે 26મી વખત વર્લ્ડ ટાઈટલમાં જીતીને ઈતિહાસ રચ્યો છે.

38 વર્ષના ક્યુ સ્ટાર પંકજે ફાઈનલ મેચમાં પોતાના જ દેશી સૌરવ કોઠારીને 1000-416થી હરાવ્યો હતો. તેણે 18મી વખત બિલિયર્ડ્સ ટાઈટલ જીત્યું છે. 20 વર્ષ પહેલા આજના દિવસે 21 નવેમ્બર 2003ના રોજ પંકજે તેનું પહેલું વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. પછી તે સ્નૂકરમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો. જે બાદ પંકજે 2005માં બિલિયર્ડનું પ્રથમ વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. તેમણે દોહામાં રમાયેલ IBSF વર્લ્ડ ચેમ્પિયશિપ લોંગ અપમાં જીત મેળવી છે. ફાઈનલ મેચમાં તેમણે ભારતના જ સૌરવ કોઠારીને હરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પંકજે પોતાનો પ્રથમ વર્લ્ડ ટાઈટલ 21મી નવેમ્બર 2003ના રોજ ચીનમાં જીત્યુ હતું.

વિશ્વ બિલિયર્ડ્સ અને સ્નૂકરના 26મી વખત ચેમ્પિયન અડવાણીએ ભારતના જ રુપેશ શાહ સામે શાનદાર જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે ગુજરાતના ખેલાડીને 900-273થી પરાજય આપ્યો હતો. સેમીફાઈનલમાં અગાઉના ચેમ્પિયને 259 અને 176માં બ્રેક બનાવ્યો, જ્યારે શાહે 900 પોઇન્ટના પ્રારંભમાં ફક્ત 62મા બ્રેક લેવામાં સફળ રહેલ. કોઠારીએ બીજી સેમીફાઈનલમાં ધ્રુવ સિતવાલા સામે 900-756ની રોમાંચક જીત નોંધાવી. તેમણે આ દરમિયાન 223 અને 82નો બ્રેક બનાવ્યો,જ્યારે સિતવાલે 199 અને 188નો સ્કોર કર્યો હતો. મહિલા સ્નૂકર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની અમી કમાન અને પિલ્લાઈએ બ્રોંઝ મેડલ જીત્યો હતો. તેમણે સેમી ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વર્લ્ડ સ્નૂકર માસ્ટર ચેમ્પિયનશિપમાં મનન ચંદ્રા તથા કમલ ચાવલાએ બ્રોન્ઝ મોડેલ પોતાના નામે કર્યો હતો.

 

ફાઈનલ દરમિયાન એક વ્યક્તિ મેદાનમાં પ્રવેશ્યો, પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને વિરાટની આવ્યો નજીકફાઈનલ દરમિયાન એક વ્યક્તિ મેદાનમાં પ્રવેશ્યો, પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને વિરાટની આવ્યો નજીકપંકજ અડવાણી પ્રથમ એવા ભારતીય છે કે જેમણે વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ અને IBSF વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશીપમાં જીત મેળવી છે. વર્ષ 2009માં તેમણે WPBA વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન પ્રો ટાઈટલમાં જીત મેળવી હતી. 27 વર્ષની ઉંમરે જ તેમણે ઈંગ્લિશ બિલિયર્ડ ચેમ્પિયનશીપ જીતનાર સૌથી યુવાન ખેલાડી બન્યા હતા.

 

પંકજે પોઈન્ટ ફોર્મેટમાં આ ખિતાબ જીત્યો છે. તેને લોંગ ફોર્મેટ કહેવામાં આવે છે. આ કેટેગરીમાં, ખેલાડીએ મેચ જીતવા માટે એક હજાર પોઈન્ટ બનાવવાના હોય છે, જ્યારે સમયના ફોર્મેટમાં, આ પોઈન્ટને અલગ-અલગ ફ્રેમમાં વહેંચવામાં આવ્યા છે. 150 પોઈન્ટની ફ્રેમ છે. આ ફોર્મેટમાં, ખેલાડીએ ફ્રેમ જીતવા માટે 150 પોઈન્ટ બનાવવાના હોય છે. આ શ્રેણીની મેચો બેસ્ટ ઓફ 3, બેસ્ટ ઓફ 5 અને બેસ્ટ ઓફ 7ના આધારે રમાય છે. ભારતના બે ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા હતા. પંકજ સૌરવ કોઠારી સામે સ્પર્ધામાં હતો. પંકજે તેને એકતરફી હરાવ્યો. તેમની જીતનું માર્જીન 1000-416 હતું. આ ચારેય ભારતીય ખેલાડીઓ સેમિફાઇનલમાં પણ સામસામે હતા. અડવાણીએ સેમિફાઇનલમાં દેશબંધુ રૂપેશ શાહને 900-273થી હરાવ્યો હતો, જ્યારે કોઠારીએ સેમિફાઇનલમાં ધ્રુવ સિતવાલાને 900-756થી હરાવ્યો હતો.

આ  પણ  વાંચો - શ્રદ્ધાએ શેર કરી તસવીર, તો ચાહકોએ કહ્યું- ‘મેચ હાર્યા બાદ દિલ તૂટી ગયું હતું જે પાછું…

 

Tags :
IBSF World Billiards ChampionshipIndian cueist Pankaj AdvaniPankaj AdvaniSourav Kothari
Next Article